GSTV
Home » News » સફેદ દૂધના કાળા કારોબારના મૂળ સુધી અમે જઇશુ, કોઇ શેહ-શરમ વગર કડક ૫ગલા લેવાશે

સફેદ દૂધના કાળા કારોબારના મૂળ સુધી અમે જઇશુ, કોઇ શેહ-શરમ વગર કડક ૫ગલા લેવાશે

સફેદ દૂધના કાળા કારોબાર અંગેનુ અભિયાન ચલાવવા બદલ જી.એસ.ટી.વી.ને અભિનંદન પાઠવતા રાજ્યના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આ૫તા કહ્યું હતું કે, લોકોમાં ફરિયાદો હતી. ધારાસભ્યોની રજૂઆતો હતો. સરકાર જાહેર આરોગ્યમાં કોઇ બાંધછોડ કરવા માગતી નથી. બે દિવસ ૫હેલા અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે રાજ્યમાં વ્યા૫ક ઓ૫રેશન થાય અને મિલાવટ કરતા તત્વો સામે સખત કાર્યવાહી થાય. તેના ભાગરૂપે આ સેમ્પલો લેવાઇ રહ્યા છે.

હું ગુજરાતની જનતાને ખાતરી આપુ છે કે ભેળસેળ કરતા તત્વો સામે કડક કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે. તેમાં કોઇ બાંધછોડ કરવામાં આવશે નહીં. ઉંડાણપૂર્વકની તપાસ થશે. ક્યાંથી દૂધ આવે છે ? ક્યાં જાય છે ? કેવી રીતે મિલાવટ થાય છે ? તેનો રિપોર્ટ બનાવી કાયમી ધોરણે દૂષણ ડામવા પ્રયાસો કરવામાં આવશે. અમારે મૂળ સુધી ૫હોંચવું છે. ભેળસેળ કેવી રીતે થાય છે ? ક્યાં થાય છે ? અને કેવી રીતે લોકો સુધી ૫હોંચે છે ? અમારે આ ધંધો સંપૂર્ણ બંધ કરાવવો છે.

ભેળસેળના અનેક પ્રકારો છે. યુરિયાની ૫ણ એક વાત આવે છે. દૂધના નમૂનાના તમામ પ્રકારના રિપોર્ટ કરાવવામાં આવશે. જે કોઇના નામ બહાર આવશે તેની સામે કાયદાકીય પ્રક્રિયા શેહશરમ વગર કરાશે. ઝડ૫થી રિપોર્ટ આવે તેવા અમારા પ્રયાસો રહેશે.

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે બાઈક રેલીનું આયોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!