GSTV

મહેસૂલી કર્મચારી બાદ આ કર્મચારીઓ ઉતર્યા અચોક્કસ મુદ્દતની હડતાલ પર, ગ્રામ્ય વિસ્તારમાં થશે માઠી અસર

Last Updated on December 17, 2019 by

મહેસૂલી કર્મચારી બાદ હવે આરોગ્ય વિભાગના કર્મચારીએ હડતાળનું હથિયાર ઉગાર્યુ છે. આરોગ્ય વિભાગના કર્મતારીઓ ૧૩ જેટલા વિવિધ પ્રશ્નોની માગ સાખે અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. કર્મચારીઓની માગ છે કે, પગારમાં વધારો કરવામાં આવે. બદલી, ફેરણી ભથ્થું અને ત્રિ-સ્તરીય માળખામાં સુધારો કરવામાં આવે. હડતાળના રાજ્યના 1 હજાર 475 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અસર થવાની છે.

આ હડતાલમાં પુરૂષ અને સ્ત્રી હેલ્થ વર્કર, સુપરવાઈઝર, ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેકનિશિયન જેવા પાયાના તમામ કર્મચારીઓ જોડાયા છે. હડતાલના લીધે સરકારની રસીકરણ, શાળા આરોગ્ય ચકાસણી, રોગચાળા સર્વે, મિશન ઇન્દ્રધનુષ, આયુષ્માન ભારત જેવી યોજનાઓની કામગીરીને અસર થઇ છે. આ હડતાલની સૌથી વધુ માઠી અસર ગ્રામ્ય વિસ્તારોમાં મળતી આરોગ્યની પ્રાથમિક સારવારને થઇ છે.

READ ALSO

Related posts

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યા ખુશખબર : ગૂગલે કરી નવા ફીચર અંગે જાહેરાત, ટૂંક સમયમાં જ લોન્ચ કરશે આ સુવિધા

Zainul Ansari

સુરતમાં હિટ એન્ડ રન / અજાણ્યા વાહન ચાલકે શ્રમિકને લીધો અડફેટે, મોતના આક્રંદથી ગમગીની

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!