GSTV
Gujarat Government Advertisement

બજેટમાં નીતિન પટેલે એ જાહેરાત કરી જેનાથી 6 કરોડની વસતિ ધરાવતા ગુજરાતમાંથી 4 કરોડ લોકોને મળશે લાભ

Last Updated on July 3, 2019 by Arohi

નીતિન પટેલના પટારામાંથી આજે ગુજરાત સરકારનું બજેટ બહાર પડ્યું હતું. જોમાંથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ૧૦૮૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે તબીબી સારવાર આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરુ કરેલ છે.

આ યોજના અંતર્ગત ૧૮૦૦થી વધારે પ્રોસીઝર્સની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગુજરાતમાં ૭૨ લાખથી વધુ કુટુંબો, એટલે કે ૪ કરોડ વ્યસ્થાઓ, લાભાર્થી છે. જેના અમલમાં ગુજરાત રાજ્ય અગ્રીમ છે. અત્યાર સુંધીમાં ૪ લાખ ૯૦ હજાર લાભાર્થીઓએ દાવાઓ નોંધાયેલ છે અને તેની સારવાર માટે ખર્ચ પેટે ૮૧૮ કરોડ ચકવવામાં આવેલ છે. તેમ તેમણે જણાવ્યું હતું.

ટીબી મુક્ત ભારત

વડાપ્રધાનના વર્ષ-૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત ભારતના આહ્વાન તેમજ લેપ્રસી, એનેમિયા અને કુપોષણ જેવા રોગોથી મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવાની યોજનાઓ ગ જરાતે અમલમાં મુકેલ છે. તેમ તેમણે જણાવ્યું હતું.

કર્મચારીઓની નિમણૂક

ગ્રામ્ય વિસ્તારની જેમ શહેરી વિસ્તારોમાં વસતા ૨ કરોડ ૭૫ લાખ નાગરિકોને આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરાવવા સરકારે શહેરી વિસ્તારોનાં આરોગ્ય તુંત્રના સુદ્રઢીકરણનો પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધીના નિષ્ણાંતો, તબીબો, સ્ટાફ નર્સો, આશા બહેનો સહિત ૮૬૦૦ જેટલા આરોગ્ય કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. આ પ્રોગ્રામ માટે ૧૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મા અને મા વાત્સલ્ય યોજના

ગુજરાતની લોકપ્રિય “મા અને ‘‘મા વાત્સલ્ય’’ યોજના અંતર્ગત તારીખ ૩૧/૦૫/૨૦૧૯ સુધીમાં  રૂ ૨,૭૫૮ કરોડના ખર્ચે ૧૮ લાખથી વધારે લાભાર્થીઓને સારવાર આપવામાં આવેલ છે. આ યોજના સાથે ખાનગી અને સરકારી-ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો થઇને ૨,૬૩૮ હોસ્પિટલો સુંકળાયેલ છે. જે માટે રૂ. ૧૦૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રૂ ૪૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવે છે. જે માટે ૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મલેરિયા, ડેન્ગ્યુ , ચિક્નગુનિયા, સીઝનલ ફ્લુ વગેરે રોગોના નિયંત્રણ માટે રૂ ૩૧૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યની હોસ્પિટલમાં તબીબી ઉપકરણો વસાવવા રૂ ૯૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ઓછા વજન સાથે જન્મેલા બાળકો માટેની સફળ બાલસખા-૩ યોજનાનો વ્યાપ વધારી સમગ્ર રાજ્યમાં અમલ કરવા રૂ ૮૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પેટા કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રોના બાંધકામ માટે રૂ ૧૨૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

તબીબી શિક્ષણ

  • MBBSની ૪૮૦૦, ડેન્ટલની ૧૨૪૦, અનુસ્નાતક અને અનુસ્નાતક ડિપ્લોમા તેમજ સુપર સ્પેશ્યાલિટીની કુલ ૧૯૪૪ બેઠકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
  • કેન્દ્ર સરકારે રાજકોટ ખાતે નામાંકિત AIIMS હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા ૨૦૦ એકર જમીનની ફાળવણી કરવામાં આવી છે. આ હોસ્પિટલની આંતરમાળખાકીય સુવિધાઓ માટે ૧૦ કરોડની પ્રાથમિક જોગવાઇ કરવામાં આવી છે.
  • પાલનપુર અને દાહોદ ખાતે બ્રાઉન ફીલ્ડ કોલેજો કાર્યરત છે. વિસનગર અને નડિયાદમાં ગ્રીન ફીલ્ડ અને અમરેલીમાં બ્રાઉન ફીલ્ડ કોલેજોને ચાલ વર્ષે મુંજૂરી આપવામાં આવી છે. જેનાથી રાજ્યમાં MBBS ની ૭૫૦ બેઠકોનો વધારો થયો છે. જેના માટે રૂ. ૮૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • પ્રધાનમુંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત સુરત અને ભાવનગર ખાતે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના બાંધકામ અને ઉપકરણો માટે રૂ. ૧૬૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • રાજ્યની જુદી જુદી જનરલ હોસ્પિટલ, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી. બિલ્ડિંગ તથા નર્સિંગ હોસ્ટેલના બાંધકામ માટે રૂ. ૧૧૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • રાજ્યમાં અત્યાર સુધી ૮૦ ઉપરાંત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને ગ્રાન્ટ ફાળવવમાં આવતી હતી. નવી નીતિ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને વધુ સહાય આપવાનો નિર્ણય કરેલ છે. જેના માટે રૂ. ૪૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • રાજ્યની લોકપ્રિય ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા માટે નવી ૧૦૦ એમ્બ્યુલન્સ ખરીદવા રૂ. ૧૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • કોટેજ હોસ્પિટલ ભિલોડા અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરૂડેશ્વરને અપગ્રેડ કરી સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં રૂપાંતર કરવા માટે રૂ. ૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • નેશનલ આયુષ મિશન અંતર્ગત ૩૧૦ સરકારી આયુર્વેદ દવાખાનાંને હેલ્થવેલનેસ સેન્ટરમાં રૂપાંતરિત કરવા માટે રૂ. ૪૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • જી.જી. હોસ્પિટલ, જામનગરને આધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલ તરીકે અપગ્રેડ કરવા પ્રથમ તબક્કે “મેટરનીટી ચાઈલ્ડ” બ્લોક માટે રૂ.૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે “મેટરનીટી ચાઈલ્ડ” બ્લોક માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • મહેસાણા સિવિલ હોસ્પિટલને અદ્યતન કરવા રૂ. ૫ કરોડની જોગવાઈ કરવામાં આવી.
  • ૧૫ સામૂહિક આરોગ્ય કેન્દ્રોને પેટા જિલ્લા હોસ્પિટલમાં અપગ્રેડ કરવા રૂ. ૧૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહ બાદ વી. સતીષની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું, આજે પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

Dhruv Brahmbhatt

2022ની વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડમાં, પ્રત્યેક જિલ્લા અને શહેરોમાં યોજાશે કાર્યકારણી બેઠક

Dhruv Brahmbhatt

અનોખી ખેતી / કચ્છના નાના ગામમાં 15 ફૂટ સુધી ઊંચા થતા મોટા ઘાસનું વાવેતર, દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે અત્યંત ઉપયોગી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!