GSTV
Gujarat Government Advertisement

Health tips/દરરોજ અડધા કલાકની મોર્નિંગ વોક, તમને અને તમારા શરીરને આપશે આ 9 હેલ્થ બેનિફિટ્સ

વોક

Last Updated on March 28, 2021 by Damini Patel

જો તમે પોતાના સ્વાથ્યને લાઇફ લોન્ગ સારી કરવા માંગો ચો તો જરૂરી નથી કે જીમ જઈ પોતાને ફિટ રાખો. જો તમે સવારે અધડો કલાક કાઢી અને ખુલી હવામાં વોક માટે જાઓ તો આ આદત તમને જીવનભર સ્વસ્થ રાખી શકે છે. વોક માટે તમાને કોઈ મદદની જરૂત હોતી નથી અને કોઈ ટુલ્સ કે મશીનની પણ જરૂરત પડતી નથી. હેલ્થલાઇન મુજબ, જો તમે સવારે જીવનને પ્રાયોરિટી આપો તો એ ખુબ ફાયદા કારક છે. આઓ જાણીએ 30 મિનિટની મોર્નિંગ વોક તમારા શરીર માટે કેટલી ફાયદાકારક છે.

તમારા મસલ્સ અને બોન્સ સ્ટ્રોંગ બને છે

જો તમે દરરોજ સવારે વોક કરો છો તો એનાથી તમારા હાડકા અને સ્નાયુઓને ખુબ ફાયદો થાય છે. રોજ આ આદત તમારા સાંધાનો દુખાવા અને જકડથી રાહત અપાવે છે. એવામાં જો તમે ઓસ્ટિઓપોરોસિસથી ગ્રસ્ત છે અથવા તમારા શરીરમાં દુખાવાની ફરિયાદ રહે છે તો તમે જરૂર સવારે અડધો કલાક વોક પર જાઓ.

બ્લડ સુગર કરે છે કંટ્રોલ

ડાયાબિટીઝના દર્દીઓ માટે સવારની વોક ખુબ જરૂરી છે. આ બીમારી ખરાબ લાઈફ સ્ટાઇલના કારણે થાય છે અને એને સારી રાખવા માટે એક માત્ર ઉપાય છે ખાન-પાનમાં ફેરફાર અને એક્ટિવ લાઈફ સ્ટાઇલ છે.

એનર્જી બુસ્ટ કરે છે

દરરોજ જો તમે 30 મિનિટ વોક કરો છો તો આ તમારી દિવસ ભરની એનર્જી બુસ્ટ રાખે છે. એક સ્ટડી મુજબ, જો તારે ઘરની બહાર 20 મિનિટ વોક કરો છો તો તમે પોતાએ વધુ એક્ટિવ લાગો છો. એવામાં 30 મિનિટની આઉટડોર વોક બધાએ જ કરવી જોઈએ.

મૂડને રાખે છે સારું

સવારે 30 મિનિટ વોક પર જાઓ છો તો આ તમારૂ શારીરિક સ્વાસ્થ્ય સારું રાખવા સાથે તમારા મૂડને પણ સારું રાખે છે. એ ઉપરાંત, આ સ્ટ્રેસ દૂર રાખે છે, તણાવ અને ચિંતાને ઓછું કરે છે, થાકની સમસ્યા ઘટાડે છે અને ડિપ્રેસન અને અવસાદથી બચાવે છે. એન માટે સપ્તાહમાં 5 દિવસ 30 કલાકની વોક બધાએ જ કરવી જોઈએ.

વજન ઓછું કરે છે

મોર્નિંગ વોક તમારું વજન ઓછું રાખવા માટે પણ જરૂરી છે. એક રિપોર્ટ મુજબ, અડધો કલાક ચાલવાને કારણે 150 કેલરી બર્ન થાય છે. આવી સ્થિતિમાં, જો તમે ખોરાકમાં ઓછી કેલરી લો છો, તો તમે સરળતાથી વોકથી વજન ઘટાડી શકો છો.

હૃદયની સમસ્યાને દૂર રાખે છે

એક સંશોધન મુજબ, જો તમે દરરોજ 30 મિનિટ ચાલો, તો 19 ટકા લોકો પોતાને હાર્ટની સમસ્યાથી બચાવી શકે છે. જો તમે ડાયાબિટીઝના દર્દી છો તો તે તમારા બ્લડ સુગરનું લેવલ પણ સારું રાખે છે.

ઊંઘ સારી આવશે

વર્ષ 2017માં કરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું કે 55 થી 65 વર્ષની વચ્ચેના લોકોને રાત્રે સૂવામાં મુશ્કેલી આવે છે. આવી સ્થિતિમાં જે લોકોએ તેમના દૈનિક કાર્યમાં 30 મિનિટ ચાલવાને શામેલ કર્યો હતો, તેમની રાતની ઊંઘમાં ઘણો ફાયદો જોવા મળ્યો.

મેમરીને મજબૂત બનાવવામાં સહાયક

જ્યારે તમે સવારે 30 મિનિટ ખુલ્લી હવામાં ચાલો છો, ત્યારે તમારા મગજને ઓક્સિજનનો વધુ પુરવઠો મળે છે, જે રક્ત સંચારમાં સુધારો કરે છે અને તમારી યાદશક્તિને મજબૂત રાખે છે.

ઇમ્યુનીટીને સ્ટ્રોંગ બનાવે છે

દરરોજ સવારે વોક તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે. જ્યારે તમે સવારે ચાલવા જાઓ છો, ત્યારે આખા શરીરમાં રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે, જે ઇમ્યુનીટી મજબૂત રાખે છે. રોગપ્રતિકારક શક્તિમાં સુધારણા સાથે, તમારું શરીર બાહ્ય ચેપનો વધુ સારી રીતે સામનો કરવા અને તમને સ્વસ્થ રાખવામાં સક્ષમ રાખી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!