GSTV
Gujarat Government Advertisement

બદલાતી ઋતુની સાથે થતી શરદી અને ખાંસીથી બચવા માટે કરો હળદર, ગોળ સહિત આ વસ્તુઓનું સેવન

કોરોના

શિયાળાની ઋતુમાં ઠંડી વધવાને કારણે શરદી, ખાંસી, તાવ વગેરે જેવી બિમારીઓ સામાન્ય થઈ ગઈ છે. એવામાં તમે ઠંડીથી બચવા માટે ગરમ કપડા તો પહેરી લો છો. પરંતુ શરીરને બહારની સાથે સાથે અંદરથી ગરમ રાખવું પણ એટલું જ જરૂરી છે. એટલા માટે આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું જેને તમારા ડાયેટમાં સામેલ કરીને શરદી-ખાંસીથી દૂર રહી શકો છો.

ગોળ

ગોળ તાસીરમાં ગરમ હોય છે. અને  શરદી-ખાંસીને દૂર કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે. તેના સિવાય શિયાળાના સમયમાં ગોળનું સેવન કરવાથી એનિમિયા, બ્લડ પ્રેશર અને હાડકાઓ મજબૂત થાય છે.

હળદર

હળદરમાં વિપુલ પ્રમાણમાં ઔષધીય ગુણધર્મો છે. તેમાં એન્ટીઓકિસડેન્ટની સાથે જ એન્ટિબાયોટિક્સ હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સ સેલ્સ સામે લડવામાં મદદ કરે છે. આ કારણોસર, દૂધમાં હળદરનું મિશ્રણ પીવાથી બદલાતી ઋતુમાં શરદી, ખાંસી, ગળાના દુખાવા જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે.

લીલા મરચા

વિટામીન સી, ઈ અને ફાઈબર હોવાની સાથે સાથે એન્ટિઓક્સીડેંટ હોય છે. જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. તેનું સેવન કરવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે જે શિયાળામાં ઠંડીથી બચાવે છે.

ડુંગળી

ડુંગળીને પણ ઔષધિનો ભંડાર કહેવામાં આવે છે. તેનું રોજ સેવન કરવાથી તમારું શરીર ગરમ રહે છે. જેનાંથી તમને ઠંડી લાગશે નહી.

ડ્રાય ફ્રૂટ્સ

આમ તો ડ્રાઈ ફ્રૂટ્સનું સેવન તમે આખું વર્ષ કરી શકો છો પરંતુ શિયાળામાં સૂકી દ્રાક્ષ, ખજૂર જેવી વસ્તુઓનું સેવન કરો. તેની તાસીર ગરમ હોય છે જે તમારા શરીરને ગરમ રાખે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana

લોકો ભરાયા: કોરોનાના ડરથી જે લોકોએ ઉકાળો પીધો છે તેમનામાં જોવા મળી રહી છે આ બિમારી, સોશિયલ મીડિયાના જ્ઞાનથી જાતે ન બનો ડોક્ટર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!