ભારતના હિંદુ ધર્મમાં તુલસી ( Tulsi )ની પૂજા કરવામાં આવે છે. તુલસીના સેવનના અગણિત લાભ હોવાથી તેનો આર્યુવેદમાં પણ ઉલ્લેખ છે. સુશ્રુત સંહિતા અને ચરક સંહિતામાં પણ તુલસીને ગુણકારી કહેવામાં આવી છે.

ગુણકારી તુલસી (Tulsi)
ઔષધીય ઉપયોગ તરીકે તુલસી(Tulsi)ના પાનને ગુણકારી માનવામાં આવે છે. તુલસીના બિયાં પણ લાભદાયી છે. તુલસીના પાનના સેવનથી કફ-વાયુ દોષ દૂર થાય છે. પાચન શક્તિ તેમજ ભૂખ વધે છે અને રક્તને શુદ્ધ કરે છે.

આ ઉપરાંત Tulsiના પાન તાવ, હૃદયની બીમારી, પેટનો દુખાવો, મેલેરિયા અને બેકટેરિયલ સંક્રમણમાં ફાયદાકારક સાબિત થાય છે. તુલસી-Tulsi બે પ્રકારની છે રામ અને શ્યામ જેમાં રામ તુલસીને મહત્વ આપવામાં આવે છે.

મગજ માટે ફાયદાકારક
મગજ માટે તુલસી ફાયદાકારક છે. નિયમિત સેવનથી મગજની કાર્યક્ષમતા વધે છે અને યાદશક્તિ તેજ થાય છે. તેથી નિયમિત રીતે તુલસીના ચાર-પાંચ પાન પાણી સાથે ગળીને ખાઇ જવા.
માથાના દુખાવામાં આરામ
તાણના કારણે માથાનો દુખાવો થવો એ સામાન્ય વાત છે. આવી સ્થિતિમાં તુલસીના તેલના એક-બે ટીપાં નાકમાં નાખવાથી આરામ થાય છે. માથાના વાળમાંની જૂં-લીખનો નાશ કરે છે વાળમાં જૂં-લીખનો ઉપદ્વવ થઇ ગયો હોય તો વાળમાં તુલસીનું તેલ નાખવાથી રાહત થાય છે.
રતાંધળાની બીમારીમાં ગુણકારી
ઘણા લોકોને રતાંધળાની બીમારી હોય છે. સાંજ પડે પછી દ્રષ્ટિ નબળી પડી જતી હોય છે. તેવામાં તુલસીના પાનના રસના બે-ત્રણ ટીપાં આંખમાં નાખવાથી ફાયદો થાય છે.
સાઇનસ
સાઇનસની તકલીફમાં તુલસીના પાન સુંઘવાથી આરામ થાય છે.
કાનમાં સોજો અને દુખાવો
તુલસીના પાન કાનના સોજા અને દુખાવામાં રાહત આપે છે. તુલસીના પાનનો રસ કાઢી તેને હુંફાળો ગરમ કરી બબ્બે ટીપાં કાનમાં નાખવાથી રાહત થાય છે.
દાંતના દુખાવામાં ગુણકારી
તુલસીના પાન દાંતના દુખાવામાં રાહત આપે છે. કાળા મરી અને તુલસીના પાનની ગોળી બનાવીને દાંત નીચે રાખવાથી ફાયદો થાય છે.
ગળા સાથે જોડાયેલી સમસ્યાઓ
શરદી-ઊધરસ તેમજ ઋતુમાંના ફેરફારના કારણે ગળુ બેસી જવું, શરદી, ઊધરસ થવા જેવી સામાન્ય તકલીફો થાય છે. તેવામાં તુલસીના રસને હુંફાળા પાણી સાથે ભેળવી કોગળા કરવાથી રાહત થાય છે. ઉપરાંત તુલસીના રસમાં હળદર, સિંધવ અને પાણી ભેળવી કોગળા કરવાથી પણ ફાયદો કરે છે.
મૂત્રમાં થતી બળતરાથી છુટકારો
તુલસીના બિયાના ચૂરણ અને જીરાના ભુક્કાને એક ગ્રામ લેવું તેમાં ત્રણ ગ્રામ મિશ્રી ભેળવી સવાર-સાંજ દૂધ સાથે લેવું.
સુકી ઊધરસ અને દમ
તુલસીના પાન અસ્થમાના રોગીઓ તેમજ સુકી ઊધરસ સતાવતી હોય તો દૂર કરે છે. તુલસીના મંજરી, સૂંઠ, કાંદાનો રસ અને મધનું મિશ્રણ કરી ચાટવું.
અપચો
પાચનશક્તિ નબળી હોય અથવા તો અપચાની તકલીફ હોય તો તુલસીની મંજરી બે ગ્રામ લઇ તેને વાટી કાળા મીઠા સાથે દિવસમાં ત્રણ-ચાર વખત લેવી.
પથરી દૂર કરવામાં ફાયદાકરાક
પથરીની તકલીફમાં તુલસીનું સેવન કરવાથી ફાયદો થાય છે. તુલસીના એક-બે ગ્રામજેટલા પાન વાટી તેને મધ સાથે ભેળવી ખાવું. જોકે ફક્ત આના પર નિર્ભર ન રહેતા ડોકટરની સલાહ સાથે લેવી.
રોગપ્રતિરોધક શક્તિ વધારે
૨૦ ગ્રામ તુલસીના બિયાના ચૂરણમાં ૪૦ ગ્રામ મિશ્રી વાટી ભેળવીને રાખવું. એક ગ્રામ માત્રાનું નિયમિત સેવન કરવાથી નબળાઇ દૂર થાય છે. તેમજ શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે.
મેલેરિયા
મેલેરિયાની બીમારીમાં તુલસીના પાનનો કાઢો બનાવી સવાર,બપોર અને સાંજ પીવાથી મેલેરિયામાં લાભ થાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- વિકાસ ગાંડો થયો / અમદાવાદમાં ભૂવામાં ખાબક્યો વાહનચાલક, રસ્તાઓ પર તમારી જવાબદારી સાથે નિકળજો!
- ભાજપે સરકાર રચવા શરૂ કરી કવાયત / ફડણવીસ 1 જુલાઈએ મુખ્યમંત્રી પદના લઈ શકે છે શપથ, શિંદેને ડે.સીએમ બનાવવાની સંભાવના
- Breaking / CM ભૂપેન્દ્ર પટેલ પછી કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી થયા કોરોના સંક્રમિત, ટ્વીટ કરી આપી જાણકારી
- અગ્નિપથ સ્કીમને લઈ મમતા બેનર્જીનું વિવાદિત નિવેદન, અગ્નિવીરોને ભાજપના કાર્યકરો કહ્યા
- નેપાળની રાજધાનીમાં સ્ટ્રીટ ફૂડના વેચાણ પર પ્રતિબંધ, કાઠમંડુમાં કોલેરા પ્રસારને રોકવા કવાયત