GSTV
Home » News » પાલક ભલે ના ભાવતી હોય પણ ફાયદા જાણશો તો આજથી જ ખાવા લાગશો

પાલક ભલે ના ભાવતી હોય પણ ફાયદા જાણશો તો આજથી જ ખાવા લાગશો

‘પોપઆઈ’ કાર્ટૂન શ્રેણીનો હીરો પોપ આઈ સ્પિનેચ ખાઈને દુશ્મનોના બાર વગાડી દે એવું બતાવાયું છે. તે સાવ ખોટું નથી. સ્પિનેચ એટલે કે પાલક ખરેખર શરીરને દરેક રીતે લાભ કરે છે અને વ્યક્તિને શક્તિશાળી બનાવે છે. ચાલો, તપાસીએ પાલકના આપણા શરીરને ઉપયોગી ગુણ.

પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.

પાલકના ફાયદાકારક તત્ત્વો

૧૦૦ ગ્રામ પાલકમાં ૨૬ કે કેલરી હોય છે. તેમાં ૨ ટકા પ્રોટીન, ૨.૯ ટકા કાર્બોહાઈડ્રેટ, ૯૨ ટકા પાણી, ૦.૭ ટકા ચરબી, ૦.૬ ટકા રેસા, ૦.૭ ટકા કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ખનીજ તત્ત્વો હોય છે. તેમાં લોહતત્ત્વ તથા વિટામિન એ, બી, સી પણ ભરપૂર હોય છે. આ બધા પોષક તત્ત્વોના કારણે પાલકને જીવનરક્ષક ભોજન કહેવામાં આવે છે.

પાલક ખાવાના ફાયદા

  • પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે.
  • ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક હોય છે.
  • પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે.
  • પાલકનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ પણ મજબૂત થાય છે. એટલે વિદ્યાર્થીઓ માટે પણ તે આદર્શ છે.

  • પાલકમાં રહેલું ફ્લેવોનોઈડ્સ ‘એન્ટિ ઓકિસ્ડેન્ટ’ શરીરમાં રખડતો કચરો દૂર કરનાર રસાયણનું કામ કરે છે.
  • પાચન મજબૂત અને લોહી શુદ્ધ થતાં રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.
  • પાલક નિયમિત ખાવાથી હૃદયસંબંધી બીમારીઓ પણ દૂર થાય છે.
  • સલાડમાં આનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે.
  • પાલકમાં રહેલું બીટા કેરોટિન અને વિટામિન સી ક્ષય થવાથી પણ બચાવે છે.
  • પાલકના ખનિજ તત્ત્વો અને બીટા કેરોટિન સાંધાની બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.
  • પાલક આંખો માટે ખૂબ લાભદાયી હોય છે.
  • ત્વચાને ડ્રાય થતી બચાવે છે. પાલકની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા પણ નિખરશે.
  • વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ.

Read Also

Related posts

મધ્યપ્રદેશના સીએમ કમલનાથે આ પદ પરથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી

Nilesh Jethva

લગ્નમાં ઢોલ વગાડવા કેમ ન આવ્યો કહી, કર્યો ધારિયા વડે હુમલો

Nilesh Jethva

લગ્નમાં ઢોલ વગાડવા કેમ ન આવ્યો કહી, કર્યો ધારિયા વડે હુમલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!