GSTV

પેટની સમસ્યાથી લઈને જાડાપણાને ઘટાડવામાં મદદ કરે છે આ વસ્તુ, ફાયદા જાણી ખાધા વગર નહી રહી શકો!

ગરમીના દિવસોમાં સત્તુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. સત્તુ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. શેકેલા ચણા અને જવને પીસીને સત્તુ પાવડર તૈયાર કરવામાં આવે છે. સત્તુને ડાયાબિટીઝ અને ઝાડાપણાનો દુશ્મન માનવામાં આવે છે. ગરમીમાં લોકો જવનો ઘણા પ્રકારે વપરાશ કરે છે. કેટલાક લોકો જવના પાવડરમાં ડુંગળી અને કેરીની ચટણી મિક્સ કરીને ખાય છે. તો કેટલાક લોકો જવને શેકી પીવાનું પસંદ કરે છે.

સત્તુના ફાયદા

ગરમીના દિવસોમાં સત્તુનુ સેવન લૂ અને ગરીમીના ખરાબ પ્રભાવથી બચાવે છે. સત્તુ શરીરમાં ઠંડક પેદા કરે છે. જેથી લૂ લાગવાનો ખતરો ઓછો થઈ જાય છે. સત્તૂ પેટ સંબંધી પરેશાનીઓને પણ દૂર કરે છે. સત્તુનુ સેવન પાચન સંબંધી પરેશાનીઓને દૂર કરે છે. તેને ખાવાથી એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે. સત્તુનુ શરબત અથવા શેક પીધા બાદ તમને લાંબા સમય સુધી ભૂખનો એહસાસ થતો નથી. સત્તુ જાડાપણાનો દુશ્મન માનવામાં આવે છે. સત્તૂમાં મિનરલ્સ, આયરન, મેગ્નેશિયમ અને ફોસ્ફોરસ જેવા જરૂરી તત્વો હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

સત્તૂ ખાતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન

  • ચણાના સત્તુનું વધારે સેવન ન કરવું જોઈએ. તેમાં જવ ઉમેરો. ગ્રામ સત્તુ એસીટીની સમસ્યાઓનું કારણ બને છે.
  • સ્ટોનના દર્દીને સત્તૂનુ સેવન કરવુ જોઈએ નહી. કારણ કે, તેમાં કેલ્શિયમ મળી આવે છે.
  • દિવસમાં એક અથવા બે વખત સત્તૂનું સેવન કરવુ જોઈએ નહી.
  • સત્તુ ખાતા સમયે વચ્ચે પાણી પીનુ જોઈએ નહી.

સત્તુમાંથી બનાવી શકો છો આ જોરદાર રેસિપી

  • જો તમે સત્તૂનો થોડો હટકે ટેસ્ટ ઈચ્છો છો તો તમે ઘર પર સત્તૂ કવાબ, સત્તૂના લાડવા અને સત્તૂની પંજરી ટ્રાઈ કરી શકો છો.

READ ALSO

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!