ભીંડાના આ ૧૦ આરોગ્યલક્ષી ફાયદા તમે નહીં જાણતા હોય

લીલા શાકભાજીમાં ભીંડાનો ખૂબ મુખ્યસ્થાન છે. આ આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. એમાં ઘણા પોષક તત્વ અને પ્રોટીન રહેલાછે. ભીંડામાં પ્રોટીન વસા, રેશા, કાર્બોહાઈડ્રેડ, કેલ્શિયમ, ફાસ્ફોરસ, આયરન મેગ્નેશિયમ પોટેશિયમ અને સોડિયમ રહેલુ છે. જાણો ભીંડાના સેવનથી આરોગ્યને લાભ મળે છે.

કૈંસરથી બચાવ:

      કેંસરને દૂર કરવામાં ભીંડા ખૂબજ લાભકારી છે.આ આંતરડામાં રહેલા ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. કોલન કૈંસર દૂર કરવામાં ભીંડા ખૂબ લાભકારી છે.

પ્રતિરોધી ક્ષમતા વધારે:

ભિંડામાં રહેલા વિટામિન સી ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરી ખાંસી અને ઠંડીથી બચાવે છે. ભીંડામાં રહેલા વિટામિન એ અને બેટા કેરિટીન આંખો માટે પણ ખૂબજ લાભકારી છે.

ડાયબિટીસ – 

      એમાં રહેલ યૂગેનૉલ ,ડાયબિટીજ માટે ખૂબ લાભકારી સાબિત થાયછે. આ શરીરમાં શર્કરાનું સ્તર વધારવાથી રોકે છે. જેના કારણે ડાયાબીટિસ ખતરો ઓછોથાય છે.

હૃદય-

        ભિંડા તમારા દિલને પણ સ્વસ્થ રાખે છે. એમાં રહેલ પેક્ટિન,કોલેસ્ટ્રોલને ઓછા કરવામાં મદદ કરે છે. સાથે જ એમાં રહેલ ઘુલનશીલ ફાઈબર

         લોહીમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. જેના કારણે હૃદય રોગના ખતરો ઓછો થાય છે.

અનીમિયા- 

       ભીંડા એનિમિયામાં ઘણા લાભદાયક છે.એમાં રહેલ આયરન હીમોગ્લોબિનનું નિર્માણ કરવામાં સહાયક હોય છે અને રક્તસ્ત્રાવને રોકવાનું કાર્ય કરે છે.

પાચન તંત્ર- 

       ભીંડા ફાઈબરથી ભરપૂર શાક છે. એમાં લીસો ફાઈબર પાચન તંત્ર માટે ખૂબ ફાયદાકારી હોય છે. ભીંડાથી પેટ ફૂલવૂં, કબજિયાત અને ગેસ જેવા રોગોની સમસ્યા નહી થાય.

હાડકા મજબૂત બનાવે છે- 

      ભીંડામાં રહેલ લીસો પદાર્થ આપણા હાડકાઓ માટે ઉપયોગી છે. એમાં રહેલ વિટામિન- K હાડકાને મજબૂત બનાવામાં સહાયક છે.

ઈમ્યૂન સિસ્ટમ- 

         ભીંડામાં વિટામિન સી હોવાની સાથે આ એંટી ઓક્સીડેંટથી ભરપૂર છે. જેના કારણે તે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરી શરીરને રોગો સાથે લડવામાં મદદ કરે છે. એનો ભોજનમાં શામેલ કરવાથી ઘણા રોગો જેમ કે ખાંસી, ઠંડી જેવી સમસ્યાઓ પણ નહી થાય.

આંખોની રોશની- 

      ભિંડા વિટામિન -એ બીટા કેરોટીન અને એંટી એઓક્સીડેંટ થી ભરપૂર હોય છે. જે સેલ્યુલર ચયાપચયથી ઉપજેલા મુક્ત કણોને સમાપ્ત કરવામાં સહાયક હોય . આ કણ નેત્રહીનતા માટે જવાબદાર હોય છે. આ સિવાય ભિંડા મોતિયાબિંદથી પણ બચાવે છે.

ગર્ભાવસ્થામાં ભિંડાના સેવન લાભદાયકહોય છે. 

       ભિંડામાં ફોલેટ નામના એક પોષક તત્વ હોય છે. જે ભ્રૂણ ના મગજના વિકાસ વધારવા માં મહ્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ દિવાય ભિંડામાં ઘબા પોષક તત્વ હોય છે જે આરોગ્ય માટે ફાયદકારી હોય છે.

ભીંડા વજન ઓછુ કરવા સાથે તમારી ત્વચાને યુવા બનાવી રાખવામાં મદદ કરે છે:

     એનો પ્રયોગ વાળને ખૂબસૂરત ઘટ્ટ અને ચમકદાર બનાવવા માટે પણ કરાય છે. એના લીસો પદાર્થ લીંબૂ સાથે શૈંપૂની જેમ ઉપયોગમાં લઈ શકાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter