GSTV

પાર્ટનરને કરશો તસતસતુ ચુંબન તો થશે આટલા મોટા ફાયદા

Last Updated on July 20, 2019 by

પ્રિયપાત્ર સાથે પ્રેમ ભર્યો સમય પસાર કરતાં યુગલ પ્રેમની અભિવ્યક્તિ માટે હગ અને કિસની આપલે કરતા હોય છે. આ સમયે તેઓ એ વાત જાણતા નથી કે કિસ કરવી સ્વાસ્થ્ય માટે લાભકારી છે. જી હાં કિસ કરવાથી સ્વાસ્થ્યને કેવા લાભ થાય છે તે જાણી લો આજે. કિસ માત્ર સેક્સ લાઈફને બુસ્ટ કરવાનું કામ નથી કરતી પરંતુ કિસ કરવાથી પાર્ટનર સ્વસ્થ પણ રહે છે.

 • કિસિંગ કરવાથી બીપી ઘટે છે.
 • માથાનો દુખાવો હોય તે માસિકના દુખાવા કિસ કરવાથી બંનેમાં રાહત થાય છે
 • દાંતમાં થતા સડાથી પણ કિસ બચાવે છે. કિસિંગ સમયે મોંમાં જે સલાઈવા બને છે તે બેક્ટેરિયાને દૂર કરે છે.
 • કિસ કરવાથી સેરાટોનિન, ઓક્સીટોસિન, ડોપામાઈન જેવા હેપી હોર્મોન વધે છે. જેથી વ્યક્તિ રિફ્રેશ અને રિલેક્સ થાય છે.
 • કિસ કરવાથી કેલેરી બર્ન થાય છે.
 • ચહેરાના સ્નાયૂ ટોન થાય છે અને ચહેરા પર કરચલીઓ પડતી નથી.
 • કિસ કરવાથી શરીરમાં અફીણ કરતા 200 ગણો વધારે પ્રભાવી તત્વ સ્ત્રાવિત થાય છે.

કિસિંગ સાથે જોડાયેલી રોચક વાતો
વૈજ્ઞાનિકો અનુસાર બાળક ગર્ભમાં હોય છે ત્યારથી જ કિસ કરવાનું શીખી લે છે. આ ઉપરાંત કેટલાક લોકોને કિસિંગથી ભય લાગે છે. જાણીને આશ્ચર્ય થશે પરંતુ પ્રશાંત મહાસાગરના મૈંગિયા ટાપુના લોકો ક્યારેય કિસ કરતા નથી. જ્યારે સુડાનના લોકો કિસ કરવાનું એટલા માટે ટાળે છે કે તેમને લાગે છે કે કિસ કરવાથી આત્મા ખોવાઈ જાય છે. બ્રિટિશ સ્ટડી અનુસાર મહિલા પોતાનો સાચો પ્રેમ મળે તે પહેલા 15 વાર પોતાના પાર્ટનરને કિસ કરે છે જ્યારે પુરુષ 16 વાર કિસ કરે છે.
વિદેશોમાં કિસિંગના રિવાજ

 • ઘણા દેશમાં એકબીજાને મળતી વખતે અને વિદાઈ લેતી વખતે તેના હાથ પર કિસ કરવાનો રિવાજ છે. આ એક શિષ્ટાચારવાળી કિસ છે, તે વિનમ્રતા દર્શાવે છે. આ રિવાજ યૂરોપ ઉપરાંત અમેરિકામાં પણ જોવા મળે છે.
 • યુરોપમાં પરિવારોમાં, મિત્રોને હાય કે બાય કહેવા માટે તેમના ગાલથી ગાલ અડાડી અને કીસ કરવામાં આવે છે. આ કિસમાં માત્ર અવાજ આવે છે.
 • એંજલ કિસ રાત્રે સૂતા પહેલા અને સવારે જગાડવા માટે કરવામાં આવે છે. આ કિસ પ્રેમની લાગણી દર્શાવે છે.
 • બ્રાઈડ કિસ લગ્ન સમયે દુલ્હા, દુલ્હન કરે છે.

Read Also

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

Food Funda / દેશી ઘીને સ્વાસ્થ્યપ્રદ બનાવવા માટે તેમાં નાખો આ પાંચ વસ્તુઓ, મળશે શ્રેષ્ઠ પરિણામ

Vishvesh Dave

Indian Railways : રેલવેએ યુવાનો માટે શરૂ કરી રેલ કૌશલ વિકાસ યોજના, 50 હજાર યુવાનોને નોકરી માટે આપશે તાલીમ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!