આજકાલની દોડભાગવાળી લાઇફમાં સ્ટ્રેસના કારણે ઘણા લોકોને કોઇને કોઇ શારીરિક સમસ્યા સતાવતી રહે છે. આ બધાથી બચવા ડૉક્ટર્સ પૌષ્ટિક આહાર અને પુષ્કળ પાણી પીવાની સલાહ આપે છે. તો સાથે-સાથે કેટલાક આયુર્વેદિક ઉપચારોથી પણ ઘણા ફાયદા મળે છે.

પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા મળે જ છે, સાથે-સાથે પાણીમાં કિશમિશ પલાળીને આ પાણી પીવાથી તો આ ફાયદા બમણા થઈ જાય છે. તો પાણીમાં પલાળેલી કિશમિશ ન ભાવતી હોય તો પહેલાં કિશમિશ ખાધા બાદ ઉપત નવશેકુ પાણી પીવાથી પણ ઘણા ફાયદા મળે છે.

રોજ સવારે નવશેકા પાણી સાથે ઓછામાં ઓછા પાંચ દાણા કિશમિશનું સેવન કરવું. બ્રેકફાસ્ટ પહેલાં તેનું સેવન કરવાથી ઘણા ફાયદા મળે છે. રોજ શક્ય ન હોય તો અઠવાડિયામાં 3 દિવસ તો ચોક્કસથી સેવન કરવું જોઇએ.
અહીં જુઓ કિશમિશ સાથે પાણી પીવાથી મળતા ફાયદા..

એસિડિટી: જે લોકોને વારંવાર એસિડિટીની સમસ્યા સતાવતી હોય તેમણે કિશમિશવાળા પાણીનું જરૂર સેવન કરવું જોઇએ. તેમાં રહેલ ફાઇબર્સ પેટની સફાઇ કરે છે અને ગેસમાંથી પણ છૂટકારો અપાવે છે. સતત 8 દિવસ સુધી તેનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે અને પાચનક્રિયા સુધરે છે.

લોહીની ઉણપ: એનીમિયા કે હિમોગ્લોબિન હોછું હોય એટલે કે, લોહીની ઉણપ હોય તેમના માટે આ પાણી ખૂબજ ફાયદાકારક છે. તેમાં રહેલ આયર્ન અને કૉપર લોહીની ઉણપ દૂર કરે છે. કિશમિશમાં લોહ તત્વની સાથે બી-કૉમ્પ્લેક્સ પણ હોય છે. જે અનીમિયા દૂર કરવામાં મદદ કરે છે.

થાક અને અશક્તિ: નિયમિત આ પાણીનું સેવન કરવાથી થાક અને અશક્તિ દૂર થાય છે અને શરીરને આરામ મળે છે.

આંખની રોશની વધે: કિશમિશને બે રીતે ખાઇ શકાય છે. એક પાણીમાં પલાળીને અને બીજું ચાવીને ખાઈ એક ગ્લાસ નવશેકુ પાણી પીવું. કિશમિશ શરીરમાં વિટામિન એની ઉણપ પૂરી કરે છે. જે આંખની રોશની વધારે છે.

શક્તિવર્ધક: અશક્તિ રહેતી હોય અને તમે ખૂબજ પાતળા હોય તો આ ઉપાયથી ઘણો ફાયદો મળી શકે છે. કિશમિશ પાચક્રિયાને નિયમિત કરે છે, જેનાથી ભોજનમાંથી પૂરતું પોષણ મળી રહે છે. શરીરની અશક્તિ દૂર થાય છે. બ્રેકફાસ્ટમાં કેળું અને દૂધ ખાધા બાદ કિશમિશ પણ ખાવી જોઇએ. બહુ જલદી તેની અસર જોવા મળશે.