GSTV
Home » News » પોષક ગુણોનો ખજાનો છે સરગવાની શીંગ, ફાયદા જાણશો તો આજથી જ ખાવા લાગશો

પોષક ગુણોનો ખજાનો છે સરગવાની શીંગ, ફાયદા જાણશો તો આજથી જ ખાવા લાગશો

ઘણાં લોકો સરગવો જોઇને જ મોઢુ બગાડતાં હોય છે પરંતુ આજે અમે તમને સરગવાની શીંગના એટલા ફાયદા જણાવીશું કે જેને જાણીને આ મોઢુ બગાડતાં લોકો પણ આજથી જ સરગવો ખાવાનું શરૂ કરી દેશે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે.

દક્ષિણ આફિર્કાના ઘણા દેશોમાં કુપોષણથી પીડાતી વ્યક્તિઓને આહારમાં સરગવાની સીંગને સામેલ કરવાની સલાહ આપવામાં આવી છે. આર્યુવેદમાં સરગવા સીંગ ૩૦૦ રોગના ઉપચારમાં ફાયદાકારક જણાવી છે. સરગવાની સીંગના બિયામાંથી તેલ કાડવામાં આવે છે. તેની છાલ, પાંદડા, જડ વગેરેમાંથી આયુર્વેદિક આયુર્વેદિક દવાઓ તૈયાર કરવામાં આવે છે. તે શરીરના સાંધાઓને મજબૂત કરે છે.

ઓલિક એસિડથી ભરપુર
સરગવાની સીંગમાં હાઇમાત્રામાં ઓલિક એસિડ હોય છે. જે એક પ્રકારનું મોનોસૈચ્યુરેટેડ ફેટ છે અને શરીર માટે અતિ આવશક્ય છે.

વિટામીન સી
સરગવાની સીંગમાં વિટામિન સી પ્રચુરમ ાત્રામાં સમાયેલું હોય છે. વિટામીન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે ખાસ કરીને શરદી-ઊધરસમાં ફાયદાકારક છે. તેમજ શરદીને કારણે નાક-કાન બંદ થઇ ગયા હોય તો, સરગવાની સીંગને પાણીમાં ઉકાળી તે પાણીની વરાળનો શેક લેવો.

હાડકા મજબૂત કરે 
સરગવાની સીંગમાં કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.

ઓવેરિયન કેન્સરના ઉપચાર
સરગવાની સીંગના જડમાં ઉત્કૃષ્ટ પોષક તત્વો સમાયેલા છે. તેમાં ફાઇટોકેમિકલ કમ્પાઉન્ડ તથા એલ્કેનોયડ સમાયેલું છે. એક સંશોદન દ્વારા જાણવા મળ્યું છે કે સરગવાની સીંગ અંડાશયના કેન્સરના ઇલાજમાં લાભદાયી છે.

સ્પર્મનું પ્રમાણ વધારે
તેમાં વિટામિન ઉપરાંત જિંક, કેલશિયમ અને આર્યન સમાયેલા છે. જે સ્વાસ્થ્યમ ાટે લાભકારી છે. પુરુષોમાં સ્પર્મ બનવાની પ્રક્રિયામાં જિંકની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેમજ તેનું સેવન કેલશિયમ અને રક્તની કમી થવા દેતું નથી.

વજન ઉતારવામાં ગુણકારી
સરગવાની સીંગમાં ડાઇયૂરેટિક ગુણ હોય છે જે શરીરની કોશિકાઓમાં અનાવશ્યક પાણીને ઓછું કરે છે. તેના એન્ટી-ઇન્ફલેમેટોરી ગુણ શરીરના સોજા ઓછા કરે છે. ફાઇબરથી ભરપૂર સરગવાની સીંગ શરીરની ચરબીને ઓછી કરે છે. તેઇન્યુલિન રેઝિસ્ટન્સ ઓછું કરીને અનાવશ્યક ચરબી જામતીરોકે છે.

દૂધ પીવડાનારી માતાઓ માટે
સરગવાની સીંગના પાનને ઘીમાં ગરમ કરીને પ્રસૂતા સ્ત્રીને આપવાનો રિવાજ સદીઓથી ચાલે છે. તેના સેવનતી દૂધની કમી થતી નથી. તેમજ બાળકના જન્મ બાદ પ્રસૂતાને થતી નબશાઇ, થાક માટે પણ ઉપયોગી છે. સરગવાની સીંગમાં પ્રચૂર માત્રામાં કેલશિયમ સમાયેલું છે  કેલશિયમ સપ્લીમેન્ટ કરતાં અનેકગણું કેલિશયમ સરગવાના છે.

બ્લડસુગર લેવલ અને કોલોસ્ટ્રોલ લેવલને સંતુલિત કરે છે
તે હાઇ બ્લડપ્રેશર તેમજ સુગર લેવલને ઓછું કરે છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ નીચું લાવે છે, જે હૃદય માટે ગુણકારી છે.

કેન્સર પ્રતિરોધક
સરગવાની સીંગમાં એન્ટી ઓક્લિડન્ટ કેમ્પફ્રિઓલ, ક્યુરીસેટિન અને રેહામન્ટિન જેવા એન્ટી કેન્સર તત્વો હોય છે. તે સ્કિન, લીવર, ફેંફસા અને ગર્ભાશયના જેવા કેન્સરથી સુરક્ષા કરે છે.

પથરી
કિડનીમાં જામેલા અનવાશ્યક કેલશિયમને શરીરમાંથી બહાર કાઢે છે. તેમજ પથરી બનાવા દેતું નથી કિડની સ્ટોનથી થતા પેટના દુખાવા અને બળતરામાં પણ રાહત આપે છે.

થાઈરોઈડ
થાઇરોડના રોગીઓએ તો સરગવાની સીંગ અવશ્ય ખાવી જોઇેએ. જેની થાઇરોઇડ ગ્લેન્ડ અધિક સક્રિય હોય તે સરગવાની સીંગ ખાય તો થાઇરોડનો સ્ત્રાવ ઓછો થાય છે.

હેર ટોનિક
તેમાં સમાયેલ જિંક, વિટામિન અને એમિનો એસિડ મળીને કેરાટિન નામનું તત્વ બનાવે છે. જે બાળકના ગ્રોથ માટે બહુ આવશ્યક છે. સરગવાની સીંગના બિયામાં એક ખાસ તેલ સમાયેલું હોય છે જેને બેન ઓઇલ કહેવામાં આવે છે. આ તેલ વાળને લાંબા, ઘાટા એ ખોડા રહિત કરે છે. તેમજ વાળ ખરવાની તકલીફ પણ દૂર કરે છે. તેથી સરગવાની સિંગનું શાક, સૂપ અને તેના પાંદડા તેમજ પાવડરનું સેવન કરવું.

ત્વચા રોગ
ઘણા ત્વચા રોગમાં સરગવાની સીંગનો ઉપયોગ કરીને તેનો લાભ ઉઠાવી શકીએ છીએ. તેનું તેલ સોરાયસિસ, એક્ઝિમાના રોગ પર લગાડવાથી ફાયદો થાય છે. ખીલ અને બ્લેકહેડસની તકલીફ હોય તો બેન ઓઇલને ચહેરા પર લગાડવું. તે કલીન્સિંગ અને એન્ટીસેપ્ટિક ગુણ ખીલ અન બ્લેકહેડસને દૂર કરે છે.

કોશિકાઓ માટે ગુણકારી
તેમાં સમાયેલા એન્ટી ઓક્સિડન્ટ શરીરની કોસિકાઓને સુધરે છે. તેના સેવનથી સ્પરુત્ પ્રદાન થાય છે. તેમજ થાક જલદી લાગતો નથી. તેમાં સમાયેલા એમિનો એસિડ નવા ટિશ્યૂસ બનાવે છે, જે શરીરના વિકાસ માટે ઉપયોગી છે.

Read Also

Related posts

Netflix પર Sacred Gamesનો આનંદ માણો, સૌથી સસ્તો પ્લાન કર્યો શરૂ

Dharika Jansari

ઉતરાખંડમાં ભારે વરસાદના કારણે અલકનંદા નદી ગાંડીતૂર આમ છતાં લોકો નદી ઓળંગી રહ્યા છે

Mayur

હોંગકોંગના વિરોધ પ્રદર્શનની અસર થઈ સુરતના હિરા ઉદ્યોગને, વાર્ષિક 5 બિલિયન ડોલરના વેપારને નુકસાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!