GSTV
Health & Fitness Life Trending

સ્વાસ્થ્ય / રાત્રે સૂતા પહેલાં દૂધમાં આ ચીજ મિલાવી પી જાઓ અને પછી જુઓ તેના ફાયદા, સમસ્યાઓથી મળશે છૂટકારો

આયુર્વેદ અનુસાર, દૂધને પૌષ્ટિકતાની દ્રષ્ટિએ એક સંપૂર્ણ ખોરાક માનવામાં આવ્યો છે. દૂધ પીવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આવી અનેક ચીજવસ્તુઓ છે કે, જેને ઉકાળેલા દૂધ સાથે મિલાવીને પીવાથી દૂધની પૌષ્ટિકતા વધે છે. જેમાંની એક ચીજ છે પ્રસાદના રૂપમાં અર્પણ કરવામાં આવતી મિશ્રી. મિશ્રીની મિઠાસ મનની સાથે-સાથે મગજને પણ ખુશ કરી નાખે છે.

પરંતુ શું તમે જાણો છો કે, મિશ્રીને દૂધ સાથે મિલાવીને પીવાથી તમારા સ્વાસ્થ્યને શું-શું ફાયદાઓ થાય છે? જો નહીં, તો અમે અહીં તમને જણાવીશું કે આખરે તેનાથી શું-શું ફાયદાઓ થાય છે.

રાત્રિના સમયે દૂઘમાં મિશ્રી મિલાવીને પીવાથી તમને ઊંઘ સારી આવે છે તેમજ દૂધમાં મિશ્રીની માત્રા નાખવાથી તમારી પેટ સંબંધી તમામ સમસ્યાઓ પણ દૂર થઇ જાય છે. એટલું જ નહીં પરંતુ રૉક શુગર અથવા તો ક્રિસ્ટલ શુગરના નામથી ઓળખાતી મિશ્રીને ઉકાળેલા દૂધ સાથે પીવાથી તમારી આંખો માટે પણ તે ફાયદાકારક છે. મિશ્રીમાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ, વિટામીન અને મિનરલ્સ વગેરે સહિત અનેક પોષકતત્વો ઉપલબ્ધ હોય છે. તો અહીં જાણીશું કે, આખરે દૂધ અને મિશ્રીને એક સાથે સેવન કરવાથી શું-શું ફાયદા થશે….

ડાર્ક સર્કલ દૂર કરે છે મિશ્રી

જો તમારી આંખોની નીચે કાળા ડાઘા થઇ જાય છે તો તમે તેને દૂર કરવા મિશ્રીવાળું દૂધ પીઓ. મિશ્રીવાળું દૂધ પીવાથી આંખોનો થાક પણ દૂર થઇ જશે તેમજ આંખોની નીચે પડેલા કાળા ડાઘ પણ ઓછાં થઇ જશે.

આંખો માટે સૌથી વધુ લાભદાયક

હેલ્ધી આંખો માટે ડાયટમાં જો તમે મિશ્રી સાથે દૂધને શામેલ કરશો તો તેનાથી તમારી આંખોની રોશની વધે છે. તેનાથી આંખોમાં સોજા નથી રહેતા. ઊંઘ સારી આવે છે તેમજ આંખોની નીચે કાળા ડાઘ પણ નથી બનતા. તેના સેવનથી આંખોનો થાક પણ દૂર થઇ જાય છે તેમજ આંખો લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે.

બૉડીની એનર્જી વધારવા માટે

તમને જણાવી દઇએ કે, મિશ્રીની તાસીર ઠંડી હોય છે કે જેના સેવનથી શરીરમાં તાજગી આવે છે, થાક દૂર થઇ જાય છે તેમજ એનર્જી પણ મળે છે. એ માટે તમે ઠંડા અથવા તો ગરમ કોઇ પણ પ્રકારનું દૂધ મિશ્રી મિલાવીને ઉપયોગ કરી શકો છો.

સારામાં સારી ઊંઘ આવે છે

ઉકાળેલા દૂધમાં મિશ્રી મિલાવવાથી દરરોજ રાત્રે તે સૂઇને પી જવાથી ઊંઘ ખૂબ જ સારી આવે છે. સાથે-સાથે તમારા મગજને પણ શાંત કરવામાં મદદ કરે છે. તેમજ ડિપ્રેશનની સમસ્યાથી પણ છૂટકારો અપાવે છે.

પાચનમાં પણ થશે મદદરૂપ

પાચનની સમસ્યાઓને દૂર કરવા માટે મિશ્રીવાળાં દૂધનું સેવન કરવાથી તમને પાચનમાં તકલીફ નહીં થાય. એસિડિટી પણ રોકે છે અને કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે.

એનીમિયામાં પણ થશે મદદરૂપ

એનીમિયામાં પણ રાહત અપાવવામાં આ ડ્રિંક તમને લાભદાયી થશે.

Cough

ઉધરસ દૂર કરવા માટે પણ લાભદાયક

ઠંડીની ઋતુમાં શરદી-ખાંસીથી બચવા માટે પણ મિશ્રીવાળું દૂધ તમને વધારે ફાયદાકારક થશે.

હિમોગ્લોબિન વધારવા માટે

મિશ્રીવાળું દૂધ દરરોજ પીવાથી એનીમિયાની સમસ્યાથી પણ રાહત મળશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu

KBCના સેટ પર જયાએ એવું કહ્યું કે રડવા લાગ્યા બિગ બી, સામે આવ્યો VIDEO

Hemal Vegda
GSTV