GSTV
Home » News » કેળાની છાલ છે ગુણોનો એવો ખજાનો, જેના વિશે જાણીને ચોંકી જશો

કેળાની છાલ છે ગુણોનો એવો ખજાનો, જેના વિશે જાણીને ચોંકી જશો

આપણા વડીલો હંમેશાથી કહેતા આવ્યા છે કે ફળોને હંમેશા એમની છાલ સાથે જ ખાવા જોઈએ પરંતુ આપણામાંથી કેટલા લોકો એમની વાતને માનતા હશે એ ચર્ચાનો વિષય છે. 

તેમાંય કેળાની વાત આવે તો તો છાલ ખાવાનો કોઈ વિચાર પણ ના કરે પરંતુ જો તમે પણ એવુ જ કરતા હોવ તો આ લેખ અવશ્ય વાંચી લો કારણ કે તમે જે વસ્તુને ફેંકી રહ્યાં છો એમાં ગુણોનો ભંડાર છે અને એની ખાસિયતથી તમે અજાણ છો.

કેળાની છાલ તમારા શરીરને પુષ્કળ પ્રમાણમાં ન્યુટ્રીએન્ટ્સ આપવાની સાથે વજન પણ ઘટાડે છે. હા, કેળુ એક એવુ ફળ છે. જેમાં પ્રચુર માત્રામાં વિટામિન બી-6, બી-12 તેમજ મિનરલ્સ, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. તે ફાઈબરનો સારો સ્ત્રોત છે. જે તમારી પાચનક્રિયાને સરખી કરવામાં મદદરૂપ થાય છે.

જાણો… કેળાની છાલના ફાયદા

– કેળાની છાલમાં વિટામિન-એની હાજરી જોવા મળે છે. જે ઈમ્યુનિટીને મજબૂત કરીને ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે.

– કેળાની છાલમાં રહેલું લુટીન આંખમાં મોતિયો આવતા રોકે છે.

– કેળાની છાલમાં રહેલા એન્ટી ઑક્સિડન્ટ હોવાની સાથે સાથે વિટામિન બી અને વિટામીન બી-6 હોય છે.

– એમાં ઓગળનારા અને ના ઓગળનારા ફાઈબર હોય છે. જે પાચન ક્રિયાનું કામ ધીમું કરીને શરીરમાંથી કોલેસ્ટેરોલને ઘટાડે છે.

– કેળાની છાલ ખાવાથી તમારા શરીરને જરૂરી પોટેશિયમ અને મેગ્નેશિયમ મળે છે.

– કેળાની છાલ ખાવાથી તમે પોટેશિયમ અને મેગ્નેશિયમ મેળવી શકો છો, જે બ્લડ પ્રેશરને જાળવી રાખવામાં મદદ કરે છે.

– કેટલાક અભ્યાસ કહે છે કે છાલમાં રહેલો સેરોટોનિન નામનો પદાર્થ ડિપ્રેશનને કાબૂમાં રાખીને તેમને ખુશ રાખે છે. આ સિવાય તેમાં રહેલું ડોપામાઈન હૃદયના ધબકારાને કંટ્રોલમાં રાખીને કિડનીમાં લોહીનો પ્રવાહ જાળવી રાખે છે.

– જો કે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કેવાં કેળાની છાલ ખાવી જોઈએ. આ કેળુ પાકેલું હોવું જોઈએ કે કાચુ હોવું જોઈએ. જાપાની સાયન્ટિફિક રિસર્ચનું કહેવું છે કે પીળી છાલમાં એન્ટી કેન્સર ગુણ હોય છે, જે વ્હાઈટ બ્લડ સેલ્સને ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. જો તમારે આહારમાં કેળાની લીલી છાલ લેવી હોય તો એને નરમ કરવા માટે એને 10 મિનિટ ઉકાળો. એ પછી એનો ઉપયોગ કરો.

એક અભ્યાસ મુજબ લીલી છાલમાં ટ્રિપટોફન નામનો પદાર્થ હોય છે, જે એક એમિનો એસિડ છે. જેના લીધે રાતે સારી ઊંઘ આવે છે.

Read Also

Related posts

પૂર્વ સૈનિકોની હેલ્થ સ્કીમમાં ગોટાળા, એક વર્ષમાં 500 કરોડ રૂપિયાના ખોટા બિલો બન્યા

Arohi

ઐશ્વર્યા-અભિષેક-સલમાનને લઇને વિવાદિત ટ્વિટ કરીને ફસાયો વિવેક ઓબેરોય, મહારાષ્ટ્ર મહિલા આયોગ કરશે કાર્યવાહી

Bansari

આજે રાજીવ ગાંધીની પૂણ્યતિથી, પ્રાર્થનાસભામાં હાજર રહ્યા કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાઓ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!