GSTV
Gujarat Government Advertisement

હેલ્થ /ઉનાળામાં ગરમીથી બચવા પીવો આ ખાસ ચા, મહિલાઓ માટે છે વધુ ફાયદાકારક

Last Updated on April 21, 2021 by Bansari

આપણા રસોડામાં મળતા સૌથી સામાન્ય મસાલામાંથી એક છે અજમો..સામાન્ય રીતે અજમાનો ઉપયોગ આપણે પેટના દુખાવા અથવા પાચનની સમસ્યાઓથી રાહત મેળવવા માટે ઘરેલું ઉપાય તરીકે કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદમાં અજમાને એક મહત્વપૂર્ણ ઔષધિ માનવામાં આવે છે. અજમો પાચન ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે અને ખાસ કરીને મહિલાઓના દર મહિનાના પીરિયડ્સ સમયની તકલીફોને પણ દૂર કરે છે..

મહિલાઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અજમાની ચા

પીરિયડ્સની શરૂઆતના 4-5 દિવસ પહેલાંથી, મહિલાઓને પીએમએસ એટલે કે માસિક પહેલાના તણાવ શરૂ થઈ જાય છે. આ સમય દરમિયાન, મહિલાઓને વધુ મૂડ સ્વિન્ગસ થતા હોય છે.. વધુ ગુસ્સો આવે છે.. ચીડચીડિયાપન થાય છે, પેટ અને સ્તનમાં દુખાવો થાય છે.. હોર્મોન્સમાં ફેરફારના કારણે આ બધી સમસ્યાઓ થતી હોય છે. આવી સ્થિતિમાં, જો તમે અજમાની ચાનું સેવન કરશો તો પીરિયડ્સ દરમિયાન થતી પીડાને દૂર કરવામાં અને પીએમએસની સમસ્યામાં રાહત રહેશે..

અજમાની ચાના અન્ય ફાયદા

  1. અજમાની ચાને ફાઈબરનો ઉત્તમ સ્રોત માનવામાં આવે છે. ફાઇબરવાળી વસ્તુઓનું વધુ સેવન કરવાથી પેટ વધુ ભરેલું રહે છે તેવો અહેસાસ રહે છે.. જે ચરબીની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને વજન ઘટાડે છે. તેથી, જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો અજમાની ચા જરૂરથી પીવી જોઈએ
  2. ગરમીમાં ઘણીવાર આપણી ભૂખ ઓછી થઈ જાય છે..અને ઘણીવાર આપણે ફક્ત પાણી પીને પેટ ભરી લઈએ છીએ. આ સમસ્યાથી બચવા માટે પણ અજમાની ચા ખુબજ મદદરૂપ છે.. અજમો ભૂખ વધારવામાં મદદ કરે છે જેથી આપણે એનર્જીથી ભરપૂર વસ્તુઓ ખાઈ શકીએ અને વધુ તંદુરસ્ત રહી શકીએ..
  3. અજમાની ચાની સુગંધ ખુબ જ તીખી અને સ્ટ્રોંગ હોય છે..જે શ્વાસ મારફતે શરીરની અંદર પ્રવેશે છે અને નાકનો રસ્તો સાફ કરે છે.. નિયમિતપણે અજમાની ચા પીવાથી અસ્થમાના દર્દીઓને ખૂબ ફાયદો થાય છે.
  4. અજમામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે જે ઘણા પ્રકારના ચેપ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.

અજમાની ચા બનાવવાની રીત

એક પેનમાં 2 કપ પાણી ઉકાળો. ત્યારબાદ તેમાં અડધી ચમચી અજમો નાંખો અને ધીમા તાપે ઉકળવા દો. થોડા સમય પછી જ્યારે 1 કપ પાણી બાકી રહે ત્યારે તેને ગાળી લો અને સ્વાદ અનુસાર લીંબુનો રસ અથવા મધ મિક્સ કરીને પીવો. તમે અજમાની ચા બીજી રીતથી પણ બનાવી શકો છો. આ માટે, અડધી ચમચી અજમો 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને સવારે અજમા સાથે પાણીને 5-7 મિનિટ સુધી ઉકાળો..

Read More

Gujarat Government Advertisement

Related posts

બૂમરાણ/ સિવિલની 2000ની ડિમાન્ડ સામે મળ્યા માત્ર 275, કોરોના બાદ હવે ગુજરાતમાં નથી મળી રહ્યાં આ ઈન્જેક્શન

Damini Patel

ચિંતાનો વિષય/ અમદાવાદમાં ICU અને ઓક્સિજનના 8052 બેડ હજુ ભરાયેલા, જાણી લો કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી

Bansari

મિસાલ/ મૂક-બધિર કોરોના દર્દીઓની તકલીફ સમજવા આ નર્સે કર્યુ એવું અનોખુ કામ, જાણશો તો તમે પણ કરશો સલામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!