GSTV
Gujarat Government Advertisement

વિદેશ મંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી રાજીનામું આપી દે, દેશમાં હાહાકાર અને પીએમ કરી રહ્યા છે નવા ઘરમાં ગૃહ પ્રવેશની તૈયારી: કોંગ્રેસ

સેન્ટ્રલ

Last Updated on May 6, 2021 by pratik shah

દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે કથળી રહેલી સ્થિતિ વચ્ચે કોંગ્રેસે આજે વિદેશ મંત્રી એસ જયશંકર અને સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધનના રાજીનામાની માગ કરી છે. ઉપરાંત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સહિત બીજા બીન જરૂરી ખર્ચા પર કાપ મુકી કોરોના પર ધ્યાન આપવા ટકોર કરી છે.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સહિત બીજા બીન જરૂરી ખર્ચા પર કાપ મુકી કોરોના પર ધ્યાન

કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આજે કોરોનાની વર્તમાન સ્થિતિને લઇને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું દેશમાં કોરોનાના દરરોજ 4.12 લાખ નવા કેસ સામે આવી રહ્યાં છે અને દરરોજ ચાર હજારથી વધુ લોકોના મોત થઇ રહ્યાં છે. લાગે છે કે સ્થિતિ બદથી બદતર થઇ રહીં છે.

સ્થિતિ બદથી બદતર

સરકાર વર્તમાન સ્થિતિને નજરઅંદાજ કરી રહીં છે. આ કપરી સ્થિતિમાં પણ સરકારની પ્રાથમિકતા 13,450 કરોડ રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અને વડાપ્રધાનના નવો બંગલો છે. કોઇ સરકાર આટલી નિષ્ઠુર કંઇ રીતે હોઇ શકે છે? આપણા વડાપ્રધાનનની આ હાલત છે તો તેમની નીચે કામ કરતા કર્મચારીઓની માનસિકતા કેવી હશે? સરકાર આઠ-આઠ કલાક સુધી કોરોના સંકટનો સામનો કરવા નહીં પણ છબી સુધારવા માટે બેઠક કરી રહીં છે.

કોંગ્રેસ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 લાખ 12 હજાર 262 કેસ સામે આવ્યા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 લાખ 12 હજાર 262 કેસ સામે આવ્યા છે..જયારે 3 હજાર 980  લોકોના મોત થયા છે…છેલ્લા 24 કલાકમાં 3 લાખ 29 હજાર 113 લોકોએ કોરોનાને મ્હાત આપી છે..યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે ટોટલ કોરોનાના 2 કરોડ 10 લાખ 77 હજાર 410  કેસ નોંધાયા છે..જ્યારે કે 1 કરોડ 72 લાખ 80 હજાર 844 લોકો રિકવર થયા છે..હાલમાં ભારતમાં એક્ટિવ કોરોના કેસની સંખ્યા 35 લાખ 66 હજાર 398  છે..

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!