GSTV

દહીની સાથે આ રીતે કરો અજમાનો ઉપયોગ, પછી જુઓ શું થાય છે ‘ચમત્કાર’

અજમા

Last Updated on September 6, 2020 by Arohi

અજમો આપણા સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક છે. અજમાના નાના નાના બીજમાં એટલા ગુણ રહેલા છે જેનાથી તમે અત્યાર સુધી અજાણ હશો. અપચો થવા પર મોટાભાગે ગરમ પાણી અને મીઠાની સાથે અજમો ખાવાની સલાહ આપવામાં આવે છે. આટલું જ નહીં અજમાથી શરદી, નાક વહેવું અને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે અજમાનો ઉપયોગ ખૂબ ફાયદો કરે છે. તેમાં ખૂબ જ એન્ટીઓક્સીડેન્ટ (Antioxidant) રહેલું હોય છે. અજમો છાતીમાં જમા થયેલા કફને છુટો પાડવામાં પણ મદદ કરે છે. અજમાના બીજા પણ ઘણા ફાયદા છે આવો જાણીએ….

  • શરદી, ગરમીના પ્રભાવના કારણે ગળુ બેસી જાય છે. તેમાંથી છુટકારો મેળવવા માટે બોરના પત્તા અને અજમાને પાણીમાં નાખીને ઉકાળી લો પછી એ પાણીને ગાળીને તેનાથી કોગળા કરવાથી લાભ મળે છે.  
  • એક તરફ માથામાં દુખાવો થવા પર એક ચમચી અજમાને અડધા લીટર પાણીમાં નાખીને ઉકાળો, પાણીને ગાળીને રાખે અને દિવસમાં બે ત્રણ વખત થોડુ થોડુ લેતા રહવાથી ખૂબ લાભ થશે.
  • સરસીયાના તેલમાં અજમો નાખીને સારી રીતે ગરમ કરો. તેને સાંધામાં માલિશ કરવા પર તેના દુખાવામાં રાહત મળશે.
અજમા
  • ક્યાંક વાગી જવા પર કાળા અને લાલ ડાઘા પડી જતા હોય છે અજમો અને હળદળની પોટલી ઘા પર બાંધવાથી દુખાવા અને સોજામાં રાહત મળશે.  
  • મોઢામાં દુર્ગંધ આવતી હોય તો થોડા અજમાને પાણીમાં ઉકાળી લો અને તે પાણીથી દિવસમાં બે-ત્રણ વખત કોગળા કરવા પર બે-ત્રણ દિવસમાં દુર્ગંધ ખતમ થઈ જશે.  
  • જો તમારા ચહેરા પર ખૂબ ખીલ છે તો દહીની સાથે થોડો અજમો પીસીને તેના લેપને ચહેરા પર લગાવો. જ્યારે લેપ સુકાઈ જાય ત્યારે તેને ગરમ પાણીથી સાફ કરી લો. થોડાક જ દિવસમાં ખીલ ગાયબ થઈ જશે.

Read Also

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!