GSTV
Home » News » વિશ્વના અનેક દેશોના વડાઓએ PM મોદીને શુભેચ્છા આપી

વિશ્વના અનેક દેશોના વડાઓએ PM મોદીને શુભેચ્છા આપી

સાત તબક્કાની મેરેથોન લોકસભા ચૂંટણીના પરીણામો પર દુનિયાની નજર હતી. ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. લોકસભા ચૂંટણીની મત ગણતરીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અને સાથી પક્ષોને ભવ્ય સફળતા મળતા વિશ્વના અનેક દેશોના વડાઓએ નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી રહયા છે.

ઇઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહુએ મોદીને શુભેચ્છા આપતા સાથે મળીને કામ કરવાની વાત કરી હતી. આ ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ, જાપાનના વડા પ્રધાન શિંઝો આબે,  શ્રીલંકાના પીએમ રનિલ વિક્રમસિંઘ, રશિયાના પ્રેસિડેન્ટ વ્લામાદિર પુતિન,

નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલી, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, વિયેટનામના વડાપ્રધાન ગુયેન ઝુઆન ફુક, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ PM મોદીને જીત બદલ શુભેચ્છા આપી છે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાન પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, ફ્રેન્ચના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, માલદિવ્સના પ્રમુખ, મોરિશિયસના પીએમએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા. યુ.કેના સંસદ સભ્ય બોરિસ જ્હોન્સને PM મોદીને અભિનંદન પાઠવતા નવા ભારતની આશાવાદી દ્રષ્ટિ માટે મજબૂત સમર્થન આપ્યુ તેમજ આગામી વર્ષોમાં યુકે-ઇન્ડિયા વચ્ચે સારા સંબંધો રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી.

READ ALSO

Related posts

ગર્ભવતી મહિલાઓને થતું દર્દ ઓછું કરવા માટે હોસ્પિટલે ઉઠાવ્યું આ અનોખું પગલું, જાણશો તો રહી જશો દંગ!

Path Shah

કલમ ૩૭૦ હટાવતા પહેલા સરકારે ઘડ્યો હતો આ ચાર પોઇન્ટનો પ્લાન

Nilesh Jethva

સેક્સુઅલિટી પર ટ્રોલ કરવુ પડ્યુ ભારે, કરણ જોહરે યુઝરને આપ્યો મસ્ત જવાબ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!