GSTV
Home » News » મલાલા બોલી પાકિસ્તાનને આપી દો કાશ્મિર, ભારતિય ખેલાડીએ કહ્યું- પહેલા તમે તો પાકિસ્તાન જઈને બતાવો

મલાલા બોલી પાકિસ્તાનને આપી દો કાશ્મિર, ભારતિય ખેલાડીએ કહ્યું- પહેલા તમે તો પાકિસ્તાન જઈને બતાવો

ભારતીય શૂટર હિના સિદ્ધુએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની નોબેલ વિજેતા મલાલા યુસુફઝઇ દ્વારા અપાયેલા નિવેદનમાં યોગ્ય જવાબ આપ્યો છે. મલાલાએ સોશિયલ મીડિયા પર કાશ્મીરની છોકરીઓની હાલત વિશે લખ્યું હતું, જેના પર હિનાએ તેમને કાશ્મીરની ચિંતા છોડીને જાતે જ પાકિસ્તાન પાછી આવીને બતાવવાની વાત કહીં હતી.

કાશ્મીરની છોકરીઓ વિશેનો મત વ્યક્ત કરતાં મલાલાએ શનિવારે ટ્વીટ કરીને લખ્યું કે, “હું શાળામાં જઇ શકતી નથી જેના કારણે હું દિશાહીન અને નિરાશ અનુભવુ છું.” હું 12 ઓગસ્ટે મારી પરિક્ષામાં બેસી શકી નહીં. હું મારા ભવિષ્ય વિશે ખૂબ જ અસુરક્ષિત છું. હું એક લેખક બનવા માંગુ છું અને સ્વતંત્ર સફળ કાશ્મીરી મહિલા તરીકે મોટા થવા ઈચ્છુ છું. આ દેશમાં હાલના વાતાવરણમાં મારા માટે તે ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. “

मलाला बोली- पाकिस्तान को दे दें कश्मीर, भारतीय खिलाड़ी का जवाब- पहले खुद तो लौटने की हिम्मत दिखाओ

હિનાએ મલાલાને જવાબમાં લખ્યું કે તમે કહ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાનને આપવુ જોઈએ જેથી જે છોકરીઓ હોશીયાર છે તેમને શિક્ષણની સારી તકો મળી શકે. હિનાએ અહીં મલાલાને અરીસો બતાવતા યાદ કરાવ્યું કે પાકિસ્તાનમાં રહીને તેણે લગભગ પોતાનો જીવ ગુમાવી દીધો જ હતો. તે તેના દેશથી ભાગી ગઈ હતી અને તે આજદિન સુધી પરત આવી શકી નથી. તમે પહેલા અમને પાકિસ્તાન આવીને કેમ નથી બતાવતા.

મહત્વનું છે કે, કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદથી તેને લઈને સતત નિવેદનબાજી કરવામાં આવી રહી છે. આ અંગે ભારતની સ્થિતિ સ્પષ્ટ છે, કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે અને તે તેના વિકાસ માટે જરૂરી પગલાં લેશે.

READ ALSO

Related posts

70 વર્ષોમાં પહેલીવાર આવુ થયુ, પાકિસ્તાને ભારતની આ સેવા પર મુક્યો પ્રતિબંધ

Kaushik Bavishi

 VIDEO: ગુસ્સમાં બિગ બોસનાં સ્ટેજ પર સલમાન ખાન, કહી દીધું શો ને અલવિદા

pratik shah

Maharashtra Electionમાં સલમાન ખાને પણ નાખ્યો વોટ, આ અંદાજમાં પહોંચ્યો પોલિંગ સ્ટેશન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!