GSTV
India News Trending

પાગલપન/ પત્નીએ કહ્યું પ્રેમ કરતો હોય તો 11 હજાર વોટનો તાર પકડી લે, પતિએ પકડ્યો તો બે હાથ ગયા છતાં ન માની પત્ની

પત્ની

ઉત્તરપ્રદેશમાં શામલી ગામમાં કૈરાનામાં પ્રેમપ્રસંગ સાથે જોડાયેલો હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. અહીં પત્નીના પ્રેમમાં પાગલ એક વ્યક્તિએ પત્નીના કહેવાના લીધે તેનો પ્રેમ સાબિત કરવા માટે 11 હજાર હાઇ વોલ્ટેજનો તાર પકડીને જીવ આપવાનો પ્રયત્ન કર્યો. આ દુર્ઘટનામાં પ્રેમમાં પાગલ આ વ્યક્તિનો જીવ તો બચી ગયો, પરંતુ તેણે તેના બંને હાથ ગુમાવવા પડ્યા. આશ્ચર્યની વાત એ છે કે હવે પત્નીના કુટુંબવાળા તેને તેના પતિ નદીમ પાસે મોકલવા તૈયાર નથી.

પત્ની

જાણો શું છે સમગ્ર મામલો

આ કિસ્સો કૈરાનાનો છે. અહીં લગભગ સાત વર્ષ પહેલા નદીમને નજીકના ગામ કાંધલાની રહેવાવાલી એક યુવતી સાઇમા સાથે પ્રેમ થયો હતો. બંને વચ્ચે સાત વર્ષના પ્રેમ પ્રસંગ પછી ગયા વર્ષે બંનેના લગ્ન થયા હતા. આ દરમિયાન કેટલાક દિવસો પહેલા નદીમની પત્ની તેને છોડીને પિયર જતી રહી. નદીમ પરત આવવા કહ્યું તો પત્નીએ તેની પરીક્ષા લેવાનો પ્રારંભ કર્યો.

પત્નીએ નદીમને પૂછ્યું કે તે તેના માટે શું કરી શકે છે. નદીમે કહ્યું હતું કે તે તેના માટે જીવ પણ આપી શકે છે. પત્નીએ નદીમની સામે 11 હજાર હાઇ વોલ્ટેજનો વીજળીનો તાર પકડવાની શરત મૂકી. પત્નીના પ્રેમમાં પાગલ નદીમે વીજળીનો તાર પકડી લીધો, તેમા સદનસીબે તેનો જીવ બચી ગયો, પરંતુ આ ઘટનામાં તેના બંને હાથ કપાઈ ગયા.

પત્ની

સાઇમા પોતાના ઘરે જતી રહી અને તેણે પાછા આવવાનું નામ ન લીધુ

હવે સાઇમાના કુટુંબી નદીમને તેની સાથે મોકલવા માટે તૈયાર નથી. તેના પછી નદીમે પોતાની પત્નીને સાસરામાં બોલાવવા માટે એસપીને વિનંતી કરી છે. નદીમને અરજી આપી સસુર પક્ષના લોકો પર ગાળાગાળીનો અને મારપીટનો આરોપ મૂક્યો. નદીમે જણાવ્યું હતું કે તે પોતાની પત્ની સાથે ભારે લગ્ન કરે છે અને તે બાકીની ઉંમર તેનો ચહેરો જોઈને પસાર કરશે.

નદીમે જણાવ્યું હતું કે તેની મીટની દુકાન હતી. સાઇમા દુકાન પર આવતી હતી. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. કુટુંબીઓ સાથે વાત કર્યા પછી લગ્ન થઈ ગયા. પરંતુ કોઈને કોઈ રીતે તે સાઇમા પોતાના ઘરે જતી રહી અને તેણે પાછા આવવાનું નામ ન લીધુ. હવે ફોન પર વાત કરી તો સાઇમાએ શરત રાખવા માંડી.

નદીમે કહ્યું કું હું તારા માટે મારો જીવ આપી શકું છું. તે સમયે તેની પત્ની તરફથી સવાલ આવ્યો કે શું 11 હજાર વોલ્ટેજનો તાર પકડી શકે છે. નદીમે જણાવ્યું હતું કે હું તારા માટે કંઇપણ કરી શકું છું અને તેણે હાઇ વોલ્ટેજનો તાર પકડી લીધો. આ દુર્ઘટનાના લીધે તેણે બંને હાથ કપાવવા પડ્યા. નદીમનું કહેવું છે કે તે પોતાની પત્નીને જોઈને આખુ જીવન ગુજારવા તૈયાર છે.

Read Also

Related posts

Post Office Recruitment 2022 : ભારતીય ટપાલ વિભાગમાં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી, બહાર પડ્યું જાહેરનામું

GSTV Web Desk

શ્રીલંકાના પૂર્વ કેપ્ટનની મુશ્કેલીમાં વધારો / ક્રિકેટ બોર્ડે માંગ્યું 2 અબજ રૂપિયાનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો

Hardik Hingu

ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ

Zainul Ansari
GSTV