GSTV
Home » News » હજારોનાં બ્રાન્ડેડ કપડા બને છે અહીંયા, ભાવ જાણશો તો ચોંકી ઉઠશો!

હજારોનાં બ્રાન્ડેડ કપડા બને છે અહીંયા, ભાવ જાણશો તો ચોંકી ઉઠશો!

જાણીતી, કિંમતી બ્રાન્ડના વસ્ત્રો જે આખી દુનિયામાં મોંઘા ભાવે વેચાતા હોય છે. પણ એ જ બાંગ્લાદેશની બજારમાં એટલા સસ્તા તૈયાર કરવામાં આવે છે કે તમે માની જ ન શકો. દુનિયાની જાણીતી બ્રાન્ડના કપડા પહેરવા એ આપણી શાન છે.આપણે રોજ રોજ જે વસ્ત્રો પહેરીએ છીએ તે જાણીતી અને મશહુર બ્રાન્ડના હોય છે.જો બ્રાન્ડ જાણીતી અને વૈશ્વિક હોય તો તેના ટીશર્ટની કિંમ ઓછામાં ઓછા રૂ.૩ થી ૪ હજાર આસપાસ હોય છે. શું તમે અંદાજ લગાવી શકો છો કે તમે જે બ્રાન્ડની કિંમતના ટીશર્ટ ખરીદો છો તેની ખરેખર ઉત્પાદન કિંમત કેટલી હોઇ શકે ? તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એની હકીકતમાં કિંમત વધીને રૂ.૧૦૦ થી ૩૦૦ જ હોય છે.

હકીકતમાં આ વાત સાચી જ છે. દુનિયાભરની જાણીતી વસ્ત્રોની બ્રાન્ડ જે વસ્ત્રો બનાવે છે તે તમામના વસ્ત્રો હાલમાં બાંગ્લાદેશમાં જ બનાવવામાં આવી રહયા છે.એટલે જ બાંગ્લાદેશનો વસ્ત્રોનો ઉદયોગ જ દૂનિયાનો સૌથી મોટો ઉદયોગ જ નહી પણ દુનિયામાં સૌથી સસ્તો પણ છે. એ જેટલી ઓછી કિંમતે વસ્ત્રો બનાવે છે એટલી સસ્તી કિંમતે ચીન પણ બનાવી શકતો નથી.

તમામ સુપર બ્રાન્ડસના વસ્ત્રો બાંગ્લાદેશમાં જ બને છે તેની જાણકારીની સાથે અહીંના વસ્ત્ર ઉદયોગે આખી દૂનિયાના વસ્ત્ર ઉદયોગને ચકિત કરી દીધા છે તેની વિગતો પણ જાણીશું. ઢાકામાં દુનિયાભરની તમામ મહત્વની બ્રાન્ડના વસ્ત્રો અહીં તૈયાર કરવામાં આવે છે અને હવે તો એવું કહેવાય છે કે આ ઉદયોગે ચીનને પણ પાછળ રાખી દીધો છે.અહીં લગભગ પપ૦૦ ફેકટરીઓમાં રોજના ૧.રપ લાખ ટીશર્ટ બને છે.આ ફેકટરીઓ ઢાકા, ચટગાવ અને આસપાસના વિસ્તારોમાં આવેલી છે.

દરેક શર્ટ ઉપર કારીગરને મળે છે આટલા રૂપિયાઃ દુનિયની કોઇ બ્રાન્ડ એવી નહી હોય જે આઉટસોર્સથી પોતાના વસ્ત્રો બાંગ્લાદેશમાં બનાવતી ન હોય.કારણ કે બાંગ્લાદેશમાં કારીગરની મજુરી સૌથી સસ્તી છે અને અહીંનું ફીનીશીગ, ગુણવતા બહુ જ સરસ હોય છે. જો કે એક વાત અલગ છે કે દૂનિયાભરમાં હજારોની કિંમતે મળતા વસ્ત્રોમાં અહીંના મજુરને વસ્ત્ર દીઠ એક કે બે રૂપિયા જ મળતા હોય છે. યુરોપની સૌથી મોટા રેડીમેઇડ રીટેલઇર એચ એન્ડ એમ એટલે કે હંસ એન્ડ મૌરીટઝનું અડધાથી વધુ કામ અહી કરવામાં આવે છે.હાલના સમયમાં દુનિયાના સૌથી મોટા રીટેઇલ બ્રાન્ડ વોલમમાર્ટ, યુકેની પ્રતિષ્ઠીત બ્રાન્ડ પ્રાઇમર્ક, ઇટાલીયન બ્રાન્ડ રાલ્ફ લૌરેને પણ અહી પોતાનો ઓર્ડર સતત વધારી રહયા છે.

૩૦ વર્ષ પહેલા થઇ શરૂઆતઃ ૧૯૭૮માં પહેલી વખત બાંગ્લાદેશના રેડીમેડ ઉદયોગના જનક કહેવાતા નુરૂલ કાદર ખાને ૧૩૦ યુવાનોને તાલીમ માટે દક્ષિણ કોરીયા મોકલ્યા હતા ત્યારે કોઇને કલ્પના પણ નહોતી કે આ ઉદયોગ આટલો મોટો બનશે અને દેશની તકદીર બદલી નાખશે.આ તાલીમીઓ પરત આવ્યા ત્યારે દેશની પ્રથમ વસ્ત્ર ફેકટરી શરૂ કરવામાં આવી હતી અને બહારના કામો પણ લેવા લાગ્યા અને બાદમાં તો વધુને વધુ ફેકટરીઓ સ્થપાતી ગઇ અને ત્યારથી આ ઉદ્યોગે પાછું વાળીને જોયું જ નથી.

કેટલો આવે છે ખર્ચ?- બાંગ્લાદેશમાં ઉમદા કોટનથી બનતા ટીશર્ટ બનાવવાની વસ્તુ,મજુરી, ટાન્સપોર્ટેશન, શોરૂમનો ખર્ચ વગેરે સાથે ૧.૬૦ ડોલરથી ૬ ડોલર સુધી આવે છે જેને અલગ અલગ બ્રાન્ડ યુરોપ અને અમેરિકામાં બહૂ ઉંચા ભાવે વેચે છે. બાંગ્લાદેશે યુરોપીયન ફેકટરીઓ બંધ કરાવીઃ ૧૯૮પમાં બાંગ્લાદેશનો રેડીમેડ ઉદયોગ ૩૮૦ મિલિયન ડોલરનો હતો આજે એ રર.૪૯ બિલિયન ડોલરનો બની ગયો છે. બાંગ્લાદેશની નિકાસની આવકમાં ૮૦ ટકા હિસ્સો આ ઉદયોગનો છે.દુનિયાભરની મોટી બ્રાન્ડસના વસ્ત્ર ઉત્પાદકો સૌથી સસ્તા ભાવે અહી તૈયાર કરાવી શકતા હોવાથી મોંઘા ભાવે તૈયાર કરી રહેલી યુરોપીયન ફેકટરીઓને બંધ કરવાની નોબત આવી છે.

READ ALSO

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!