GSTV
Home » News » રામજન્મભૂમિ પરિસર હતું આતંકવાદીઓના નિશાને, આ દિવસે કરવાના હતા હુમલો

રામજન્મભૂમિ પરિસર હતું આતંકવાદીઓના નિશાને, આ દિવસે કરવાના હતા હુમલો

દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટમાં ગુરુવારે સુનાવણી કરતા એનઆઈએ દ્વારા ધરપકડ કરાયેલા આઈએસના મોડ્યુલના દશ શકમંદોને બાર દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. તેની સાથે કોર્ટે ઝડપાયેલા દશમાંથી પાંચ શકમંદોના પરિવારજનોને કોર્ટમાં જ તેમની સાથે મુલાકાત કરવાની પણ મંજૂરી આપી હતી. બુધવારે દિલ્હી અને યુપીમાં દરોડાની કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી હતી.

આત્મઘાતી હુમલો અને શ્રેણીબદ્ધ વિસ્ફોટની યોજના હતી

મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને હથિયારોને જપ્ત કરવામાં આવ્યા હતા. એજન્સીનો દાવો છે કે આ આતંકી મોડ્યુલ દ્વારા દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય ક્ષેત્રોમાં નેતાઓ અને સરકારી પ્રતિષ્ઠાનોને નિશાન બનાવીને આત્મઘાતી હુમલો અને શ્રેણીબદ્ધ વિસ્ફોટની યોજના બનાવી હ્યા હતા. ચોંકાવનારી વાતો સામે આવી છે કે આતંકી મોડ્યુલના શકમંદોમાં એન્જિયનરથી લઈને સ્ટૂડન્ટ સુધીના લોકો સામેલ છે.

આતંકવાદીઓ પાસેથી જપ્ત કરાયેલી મોબાઈલ ચેટથી મોટા ખુલાસા

સૂત્રો મુજબ આ તમામ આતંકવાદીઓ 29 નવેમ્બરે અયોધ્યા ખાતેના રામજન્મભૂમિ પરિસર પર મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. આ ખુલાસો જાફરાબાદમાં ઝડપાયેલા આતંકવાદીઓ દ્વારા જપ્ત કરવામાં આવેલી મોબાઈલ ચેટમાંથી થયો છે. આ તમામ આતંકવાદીઓને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!