GSTV
Home » News » VHPના પ્રમુખની હત્યા બાદ તંગદીલી : પોલીસ બંદોબસ્ત વચ્ચે મહુવા સજ્જડ બંધ

VHPના પ્રમુખની હત્યા બાદ તંગદીલી : પોલીસ બંદોબસ્ત વચ્ચે મહુવા સજ્જડ બંધ

મહુવામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની હત્યા કરવામાં આવતા મહુવામાં સજ્જડ બંધ પાળવામાં આવ્યુ. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની હત્યા થવાના કારણે મહુવામાં માહોલ તંગ બન્યો છે. બંધના કારણે  મહુવામાં તમામ દુકાનો બંધ રહી હતી. ત્યારે  બંધ દરમ્યાન  કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે  મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

મહુવામાં રાત્રીના સમયે ગાંધીબાગ રોડ પર જયેશ ગુજરીયા અને તેના સાથી ભોલું પર ચાર જેટલા ઈસમોએ તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેથી તેને ગંભીર હાલતમાં તેમને ભાવનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હત્યા બાદ મહુવામાં કોળી સમાજના ટોળા રોડ પર ઉતરી આવ્યા હતા. જયાં કેટલીક દુકાનોમાં તોડફોડ કરી હતી.

મહુવામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની હત્યા કરાઇ છે. કોળી જયેશ ગુજરીયાની હત્યાથી અરેરાટી વ્યાપી છે. મહુવાના ગાંધીબાગ રોડ પર જયેશ ગુજરીયા અને તેના સાથી ભોલું પર ચાર જેટલા ઈસમોએ તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. વીતી રાતે 8 વાગ્યાના અરસાની આ ઘટના છે. ગંભીર હાલતમાં તેમને ભાવનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હત્યા બાદ મહુવામાં કોળી સમાજના ટોળા રોડ પર ઉતરી આવ્યા હતા. જયાં કેટલીક દુકાનોમાં તોડફોડ કરી હતી.

 

Related posts

કુલ્લુમાં અનરાધાર વરસાદથી પૂરની સ્થિતિ, પહાડોમાં ભૂસખ્લનથી વાહન વ્યવહારને અસર

Arohi

‘ખય્યામ’ સાહેબના નિધન પર બોલિવૂડ શોકમાં, પીએમ મોદી સાથે મહાન હસ્તિયોએ આપી શ્રદ્ધાંજલિ

Dharika Jansari

હરિયાણાના હાથિની કુંડમાંથી પાણી છોડતા દિલ્હીમાં યમુના નદી ગાંડીતૂર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!