GSTV
Home » News » ગુજરાતમાં પણ ગણિતના પેપરને લઇને લેવાયો આ નિર્ણય, CBSEની જેમ 2 પેપર લેવાશે

ગુજરાતમાં પણ ગણિતના પેપરને લઇને લેવાયો આ નિર્ણય, CBSEની જેમ 2 પેપર લેવાશે

ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભાની આજે બેઠક મળી હતી. જેમાં બોર્ડના સભ્યો દ્વારા કરાયેલા વિવિધ પ્રસ્તાવો મુદ્દે ચર્ચા કરવામા આવી હતી અને કેટલાક પ્રસ્તાવ બોર્ડે સ્વીકાર્યા હતા.જેમાં શિક્ષણ બોર્ડે  સીબીએસઈ પેર્ટન મુજબ ધો.૧૦મા ગણિતના બે પેપર રાખવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો  છે. જેથી હવે આગામી વર્ષોમાં ધો.૧૦માં ગણિતમાં લોઅર અને હાયર સ્ટાન્ડર્ડ એમ જુદા જુદા બે પેપર વિદ્યાર્થીઓને મળી શકે છે.

લૉ લેવલ અને સ્ટાન્ડર્ડ એમ બે પેપર  વિદ્યાર્થીઓને આપવાની પેટર્ન અમલમાં

સીબીએસઈ દ્વારા આ વર્ષથી ધો.૧૦માં ગણિત વિષયમાં લૉ લેવલ અને સ્ટાન્ડર્ડ એમ બે પેપર  વિદ્યાર્થીઓને આપવાની પેટર્ન અમલમા મુકાઈ છે. જેમાં વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરતી વખતે કયા લેવલનું પેપર આપવું છે તેનો વિકલ્પ અપાય છે .ધો.૧૦ પછી ૧૧-૧૨માં કોમર્સ કે આર્ટસ લેવા માંગતા વિદ્યાર્થીઓને ધો.૧૦માં જો ગણિતનું લોઅર લેવલ પેપર આવે તો તે પાસ થઈ શકે અને બીજી બાજુ ધો.૧૧-૧૨ સાયન્સ કરવા માંગતા વિદ્યાર્થીઓ ધો.૧૦માં ગણિતનું હાયર સ્ટાન્ડર્ડ પેપર સ્વીકારી શકે તે વિચારણા સાથે સીબીએસઈએ આ પેટર્ન અપનાવી છે.

હજુ આ મુદ્દે  બોર્ડ દ્વારા કમિટી રચાશે અને સૂચનો મંગાવાશે

સીબીએસઈના પગલે હવે ગુજરાત શિક્ષણ બોર્ડે પણ આ પેટર્ન અપનાવવાની વિચારણા હાથ ધરી છે.આજે મળેલી ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભાની બેઠકમાં ધો.૧૦માં બે પેપરનો પ્રસ્તાવ રજૂ કરવામા આવ્યો હતો ,જે બોર્ડે સ્વીકાર્યો હતો . પરંતુ બોર્ડના વાઈસ ચેરમેનનું કહેવુ છે કે હાલ માત્ર પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો છે. હજુ આ મુદ્દે  બોર્ડ દ્વારા કમિટી રચાશે અને સૂચનો મંગાવાશે ત્યારબાદ સરકાર સાથે વાટાઘાટો કરાશે અને સરકારની મંજૂરી બાદ અંતિમ નિર્ણય લેવાશે. જો આ પદ્ધતિ અંગે નેગેટીવ રીવ્યુ મળે તો આ પેટર્ન અમલી ન પણ બને. જો કે મહત્વનું છે કે ગુજરાત બોર્ડમાં જો ગણિતના બે પેપરની પેટર્ન લાગુ કરાય તો ધો.૧૦માં ગુજરાત બોર્ડના ખરેખર કેટલા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ કે અઘરુ પેપર સ્વીકારે તે પણ પ્રશ્ન છે.

વિદ્યાર્થીઓને દૂર દૂર સુધી નહી જવુ પડે

સામાન્ય સભાની બેઠકમાં અન્ય પ્રસ્તાવોમાં બોર્ડે ખાનગી ઉમેદવારોની પરીક્ષા તાલુકા કક્ષાએ લેવાનો અને ધો.૧૨ સુધી વિદ્યાર્થીનુ નામ,અટક કે જન્મ તારીખ સુધારી શકવાનો પ્રસ્તાવ પણ સ્વીકાર્યો છે અને તે માટે નિર્ણય કરી ઠરાવ પણ પસાર કરી દીધો છે.જે મુજબ માર્ચ ૨૦૨૦થી ધો.૧૦-૧૨માં ખાનગી ઉમેદવારો એટલેકે સ્કૂલે ન જતા અને પ્રાઈવેટ વિદ્યાર્થી તરીકે એક્સટર્નલમા પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની જિલ્લા કક્ષાને બદલે તાલુકા કક્ષાએ પરીક્ષા લેવાશે. જેથી વિદ્યાર્થીઓને દૂર દૂર સુધી નહી જવુ પડે.આ ઉપરાંત હવે આગામી વર્ષથી વિદ્યાર્થી પોતાના એલ.સીમાં અને સ્કૂલ રજિસ્ટરમાં નામ,અટક કે જન્મ તારીખમાં ધો.૧૦ પછી પણ સુધારો કરાવી શકશે.

Related posts

નવા વર્ષમાં ગ્રાહકોને બેન્કોની સોગાત, જાન્યુઆરીથી આ સર્વિસ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ

Bansari

ધડાધડ ઉતરતી ફોનની બેટરી બની ગઇ છે માથાનો દુખાવો? આ ટ્રિક્સ આવશે કામ

Bansari

Whatsappની આ ફાઇલથી ફોન હેક થઇ જશે અને તમને ખબર પણ નહી પડે, બચવા માટે સૌથી પહેલાં કરી લો આ કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!