GSTV

આવતીકાલથી બંધ થઇ જશે આ બેન્કિંગ એપ, આજે જ કરી લો આ કામ

Last Updated on July 12, 2019 by Mayur Vora

સ્માર્ટફોનના કારણે આપણું જીવન ઘણું સરળ બની ગયું છે. ખાસ કરીને બેન્ક સાથે સંબંધિત કામ આપણે આંગળીના ટેરવે જ પૂરા કરી શકીએ છીએ. બેન્કના કામ પતાવવા માટે આપણને બેન્કની મોબાઇલ એપ ઘણી ઉપયોગી સાબિત થાય છે.

સુરક્ષાના કારણોસર બેન્ક આ એપને સમયે-સમયે અપડેટ કરે છે. એચડીએફસી બેન્ક પણ આ જ કરી રહી છે. જો કે આ વખતે આ કામને મોટા સ્તર પર કરવામાં આવ્યું છે.

એચડીએફસી બેન્ક ગ્રાહકોને મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું છે. આ મેસેજમાં બેન્ક તરફથી જણાવવામાં આવ્યું છે કે જો તમે 2 ઓગસ્ટ સુધીમાં પોતાની એચડીએફસી મોબાઇલ બેન્કિંગ એપ અપડેટ નહી કરો તો 3 ઓગસ્ટથી તમારી એપ કામ કરતી બંધ થઇ જશે. તેનો અર્થ એ છે કે 3 તારીખની તમે આ એપ દ્વારા કોઇ ટ્રાન્જેક્શન નહી કરી શકો.

બેન્કે જણાવ્યું કે જો તમે ન ઇચ્છતાં હોય કે તમારા ટ્રાન્જેક્શન ખોરવાય તો 2 ઓગસ્ટ સુધીમાં આ એપ એપડેટ કરી દો. એચડીએફસીએ આ એપમાં એવી ઘણી નવી વસ્તુઓ જોડી છે અને ઓનલાઇન ટ્રાન્જેક્શનના હિસાબે તેને વધુ સુરક્ષિત બનાવવામાં આવી છે.

Related posts

પૂર્વ ક્રિકેટર અને ભાજપના નેતા ગૌતમ ગંભીરને ફરી જાનથી મારી નાખવાની મળી ધમકી, કાશ્મીરથી આવી ગંભીર ચેતવણી

Vishvesh Dave

વાયરલ વિડીયો / જાતે પાણી ચાલુ કરીને પોપટે લીધી નહાવાની મજા! સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો વિડીયો

Vishvesh Dave

બોલિવુડ ગપશપ / સૈફ અલી ખાનને વારસામાં નથી મળ્યો ‘પટૌડી પેલેસ’, અભિનેતાએ કરી સ્પષ્ટતા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!