GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

એચડીએફસીના લોનધારકોને EMIમાં ત્રણ મહિનાની રાહતથી કોઈ લાભ નહીઃ પછી વ્યાજ ચુકવવું પડશે

emi

કોરોનાવાયરસ રોગચાળાને પગલે દેશમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર થયા પછી વેપારીઓ અને નાગરિકોને લોનના ઇએમઆઈમાં રાહત આપવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ બેંકોને ત્રણ મહિના હપ્તા ન વસૂલવાનો આગ્રહ કર્યો છે. એને માન આપીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંક સહિત ઘણી બેંકોએ તમામ પ્રકારની લોનના હપ્તા કે ઇએમઆઈ ત્રણ મહિના ન વસૂલવા માટે જરૂરી સૂચનો આપવાનું શરૂ કર્યું છે. પરંતુ આ સ્થિતિસંજોગોમાં ગ્રાહકોનાં મનમાં ઘણા સવાલો પેદા થયા છે. જેમ કે – એમના લોન કે ઇએમઆઈનો ગાળો વધશે કે નહીં? જો તેઓ ત્રણ મહિના સુધી ઇએમઆઈની ચુકવણી નહીં કરવાનો વિકલ્પ પસંદ કરશે, તો એમના ક્રેડિટ સ્કોર પર કેવી અસર થશે? શું તેમને વ્યાજની ચુકવણી કરવી પડશે? વગેરે.જો તમે એચડીએફસી બેંકના લોનધારક છો, તો સૌપ્રથમ તમારે એ જાણવું જોઈએ કે તમે આ સુવિધા મેળવવાનો પાત્ર છો કે નહીં.

emi

આ સુવિધાનો લાભ કોણ મેળવી શકે?

1 માર્ચ, 2020 અગાઉ રિટેલ ઇન્સ્ટોલમેન્ટ લોનધારકો કે અન્ય કોઈ પણ રિટેલ લોન સુવિધાઓનો લાભ લેનારા એચડીએફસી બેંકના ગ્રાહકો આ સુવિધાનો લાભ લઈ શકે છે. ઉપરાંત તમામ એગ્રિકલ્ચર લોનધારકો (કિસાન ગોલ્ડ કાર્ડધારકો) અને માઇક્રોફાઇનાન્સ ગ્રાહકો, કોર્પોરેટ અને એસએમઈ ગ્રાહકો પણ આ સુવિધાનો લાભ લઈ શકે છે.

જો તમે આ સુવિધાનો લાભ લો છો, તો એનાથી શું થશે?

જો તમે આ સુવિધાનો લાભ લેશો, તો તમારા ઇએમઆઈને આગળ વધારવામાં આવશે. કહેવાનો અર્થ એ છે કે, જો તમે માર્ચ, 2020માં ઈએમઆઈની ચુકવણી કરી છે, પણ એપ્રિલ અને મે, 2020માં હપ્તો ચુકવતા નથી, તો તમારી લોનની ટર્મ બે મહિના વધી જશે. વળી સાથે સાથે તમે ત્રણ હપ્તા ન ભરવાનો વિકલ્પ પસંદ કરો છો, ત્યારે એ ન ભૂલવું જોઈએ કે તમારે એના પર વધારાનાં વ્યાજની ચુકવણી પણ કરવી પડશે.

emi

EMIમાં છૂટનો લાભ કેવી રીતે મેળવી શકો છો?

જો એચડીએફસીનો કોઈ ગ્રાહક આરબીઆઈ દ્વારા ઈએમઆઈમાં આપેલી છૂટનો લાભ મેળવવા ઇચ્છતાં હોય, તો તેઓ 022-50042333 અથવા 022-50042211 પર કોલ કરી શકે છે.

જો મેં એચડીએફસી બેંકમાંથી એકથી વધારે લોન લીધી છે, તો મને આ સુવિધાનો લાભ તમામ લોન પર મળશે?

જો તમે એચડીએફસી બેંકમાંથી એકથી વધારે (જેમ કે પર્સનલ લોન, કાર લોન અને હોમ લોન) લોન લીધી છે, તો તમને તમામ લોન પર આ સુવિધાનો લાભ મળી શકે છે. પણ આ ગાળા માટે તમારે તમામ લોન પર વધારે વ્યાજની ચુકવણી કરવી પડશે એ યાદ રાખજો.

એનાથી ક્રેડિટ રેટિંગ (સિબિલ સ્કોર) પર ફરક પડશે?

ના. જો તમે એપ્રિલથી જૂન સુધી ઈએમઆઈની ચુકવણી નહીં કરો, તો એનાથી ગ્રાહકોના ક્રેડિટ રેટિંગ પર કોઈ અસર નહીં થાય.

શું તમામ ક્રેડિટ કાર્ડધારકો આ સુવિધા મેળવવાને પાત્ર છે?

હા. જો તેમણે 1 માર્ચ, 2020 અગાઉ હપ્તાની ચુકવણી નિયમિત રીતે કરી હશે તો.

જો તમે EMI પર છૂટ મેળવવા ઇચ્છતાં નથી, તો શું કરવું પડશે?

જો તમે ઇએમઆઈને ત્રણ મહિના અટકાવવા ઇચ્છતાં નથી, તો અગાઉની જેમ ઈએમઆઈ ચુકવતા રહો. આ માટે તમારે વિશેષ કોઈ પ્રક્રિયા કરવાની જરૂર નથી.

Read Also

Related posts

Amphan વાવાઝોડાએ મિથુનનું ઘર વિખેરી નાખ્યું, ખાવાના પડી ગયા ફાંફાં

Mansi Patel

દ્વારકા-સોમનાથ સહિત સૌરાષ્ટ્રના હજારો મંદિરો ખોલવાની તૈયારી, ભક્તો દર્શન તો કરી શકશે પરંતુ…

Bansari

સુરતમાં વધ્યો કોરોનાનો ભરડો: આ વિસ્તારોમાં જતાં પહેલાં વિચારજો, જાહેર કરાયા છે હોટસ્પોટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!