GSTV

દેશની આ સૌથી મોટી ખાનગી બેંક પર લાગ્યો 1 કરોડનો દંડ, જાણો શું છે મામલો અને તમારા રૂપિયાને થશે અસર?

બેંક

સિક્યોરિટી એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયાએ ગુરુવારે BRH વેલ્થ ક્રિએટર્સ મામલામાં HDFC બેંક પર એક કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. સેબીએ આ દંડ HDFC બેંક દ્વારા નિયામકના એક અંતરિમ  આદેશના ઉલ્લંઘન કરતા BRH વેલ્થ ક્રિએટર્સના કાઈ ગીરવી રાખી શેર્સને વેચવા માટે લગાવ્યા છે.

HDFC

સેબીના એક આદેશમાં બેંકે નિર્દેશ પણ આપ્યો કે, જ્યાં સુધી આ મામલે કોઈ નિર્ણય નહીં આવે, ત્યારે તે એક એસ્ક્રો ખાતામાં 158.68 કરોડ રૂપિયા અને 7 % પ્રતિવર્ષના દરે વ્યાજ જમા કરે.

હકિકતમાં સેબીએ એક વચગાળાના આદેશના નિર્દેશોના વિપરીત HDFCએ BRH પર પોતાનું દેવું ભરવા માટે ગિરવી શેર વેચી દીધા હતા. આ આદેશ સેબીએ BRH વેલ્થ ક્રિએટર્સ અને અન્ય એકમો વિરુદ્ધ 7 ઓક્ટોબર 2019એ આપ્યો.

સેબીએ કહ્યું કે વચગાળાના આદેશ વસૂલીના અધિકારનો અંતિમ નિર્ણય નથી. પરંતુ તપાસ અથવા ફોરેન્સિક ઓડિટની સમાપ્તિ સુધી BRHની સંપત્તિના ખરીફ હોર્સ ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવાનો હતો. જેથી રોકાણકારોના હિતમાં કોઈ પણ રીતે સમાધાન ન થાય.

સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા અનુસાર, HDFC બેંકને 1 કરોડનો દંડ 45 દિવસમાં ચૂકવવો પડશે.

READ ALSO

Related posts

અબજોપતિની યાદી જાહેર: કોરોનાકાળમાં પણ આ લોકોની સંપત્તિ વધી, 40 બિઝનેસમૈન આ યાદીમાં જોડાયા

Pravin Makwana

ભાજપ-કોંગ્રેસને પછડાટ/ સૌરાષ્ટ્રમાં ‘આપ’ની એન્ટ્રી, આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની ફક્ત બે મતે જીત

Bansari

OMG/ ખભા પર સ્કૂટી લઈ રસ્તા પર નિકળ્યો શખ્સ, સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!