GSTV
Home » News » HDFCમાં આ સેવા ખોરવાઈ, બેન્કે માફી માગી પણ ગ્રાહકોએ બેન્કના ખાવા પડ્યા ધક્કા

HDFCમાં આ સેવા ખોરવાઈ, બેન્કે માફી માગી પણ ગ્રાહકોએ બેન્કના ખાવા પડ્યા ધક્કા

દેશની સૌથી મોટી ખાનગી બેન્કો પૈકીની એક એચડીએફસી બેન્કની નેટ બેન્કિંગ સેવા ગઈકાલથી ખોરવાઈ ગઈ હોવાથી લાખો ગ્રાહકો હેરાન થયા છે. એચડીએફસી બેન્ક એ દેશની અગ્રણી બેન્ક છે. હાલમાં ઓનલાઈન ટ્રાન્જેક્શનમાં વધારો થયો છે ત્યારે નેટબેન્કિંગ વ્યવસ્થા ખોરવાતાં લોકોએ બેન્કના ધક્કા ખાવા પડ્યા હતા.

ગઈકાલથી બંધ નેટ બેન્કિંગ સર્વિસ આજે પણ ચાલુ થઈ શકી નથી. જેના કારણે લોકોને પૈસા ટ્રાન્સફર કરવામાં અને બીજી બેન્કિંગ પ્રવૃત્તિ કરવામાં તકલીફ પડી રહી છે. મહિનાની શરુઆતમાં જ લેવડ દેવડ રોકાઈ જવાથી લોકોની પરેશાની વધી છે.

સોમવારે સાંજે એચડીએફસી બેન્કે સત્તાવાર રીતે ટ્વિટર પર જાણકારી આપીને નેટ બેન્કિંગ સેવામાં ગરબડ હોવાનું કહ્યું હતું. જોકે આજે પણ નેટ બેન્કિંગ સેવા પૂર્વવત થઈ શકી નથી. બીજી તરફ લોકો બેન્કોમાં પૂછપરછનો મારો ચલાવી રહ્યા છે.

બેન્કે આશ્વાસન આપ્યુ છે કે, વહેલી તકે સેવા પૂર્વવત થઈ જશે. આ પહેલાં પણ જ્યારે બેન્કે પોતાની નવી મોબાઈલ એપ લોન્ચ કરી હતી ત્યારે ગ્રાહકોને સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

Related posts

CAA, NRC અને EVM વિરોધમાં બુધવારે ભારત બંધનું એલાન, ટ્વીટર પર હૈશટેગ વૉર

Pravin Makwana

રાજતિલક : ચાર સદી જૂનો છે રાજકોટના રાજવી પરિવારનો ભવ્ય ઈતિહાસ

Nilesh Jethva

એશિયા કપને લઈને ભારત- પાકિસ્તાન આમને સામને, BCCIએ લીધો આ નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!