GSTV
Home » News » તકલીફ પડી રહી છે HDFC ની મોબાઇલ એપ કે નેટ બેન્કિંગ એપમાં લૉગ-ઈન કરવામાં? આ છે કારણ

તકલીફ પડી રહી છે HDFC ની મોબાઇલ એપ કે નેટ બેન્કિંગ એપમાં લૉગ-ઈન કરવામાં? આ છે કારણ

HDFC બેન્કના કસ્ટમર્સને ઑનલાઇન બેન્કિગની સેવાઓનો ઉપયોગ કરવામાં તકલીફ પડી રહી છે. સોમવારથી આ સમસ્યા શરૂ થઈ છે. બેન્કના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું કે, ટેક્નિકલ સમસ્યાના કારણે કસ્ટમર્સ નેટબેન્કિગ અને મોબાઇલ બેન્કિગ એપ પર લૉગ-ઇન નથી કરી શકતા. એક્સપર્ટ્સ તેને ટૉપ પ્રાયૉરિટી પર તપાસી રહ્યા છે.

સોમવારે રાત સુધીમાં સર્વિસિસ સારી થઈ પરંતુ હજી ઘણા યૂઝર્સને તકલીફ પડી રહી છે. બેન્કે કહ્યું છે કે, યૂઝર્સને ચિંતા કરવાની જરૂર નથી. સિક્યૂરિટીમાં કોઇ પ્રકારની સમસ્યા નથી.

પોતાના બેન્ક અકાઉન્ટમાં લૉગ-ઈન કરવાથી યુઝર્સને મેસેજ જોવા મળતો હતો, “The NetBanking system is busy processing heavy load from currently logged in customers, request to try after some time.”

લોકોએ ટ્વિટર પર HDFC ને ટેગ કરી બહુ ફરિયાદો કરી.

ગયા વર્ષે આ જ મહિનામાં HDFC બેન્કની મોબાઇલ એપ ક્રેશ થઈ ગઈ હતી. ત્યારે બેન્કે એપ્લિકેશનનું નવું વર્ઝન લૉન્ચ કર્યું હતું. HDFC બેન્કના લગભગ 50 કરોડ ગ્રાહકો છે. આ દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેન્ક છે અને દુનિયાની સૌથી મોટઈ રિટેલ બેન્ક્સમાંની એક છે.

Related posts

ખાલી પેટે પીવો ગોળ અને જીરાનું પાણી, ફાયદા જાણી તમે પણ કરશો રોજ સેવન

NIsha Patel

કાશ્મીરમાંથી આર્ટીકલ 370 અને 35એને હટાવી દેવાઈ છે અસ્તરાને હટાવ્યો નથી, ભાજપે આ નેતાને મોકલી આ ગીફ્ટ

Bansari

ભાજપને દિલ્હીમાં કોઈ નેતા મળતો નથી જેથી ‘બહાર’થી સાંસદોની ફોજ લવાઇ: કેજરીવાલનો વળતો પ્રહાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!