દેશની મોટી બેંક પ્રાઇવેટ બેંક, HDFC બેંક (HDFC Bank) એ ગ્રાહકો માટે એલર્ટ જારી કર્યું છે. ગ્રાહકોને મોકલેલા મેઇલમાં બેંકે જણાવ્યું કે, ‘થોડાંક સમય માટે તમામ પ્રકારની ઓનલાઇન બેંકિંગ સેવાઓનો ઉપયોગ ગ્રાહક નહીં કરી શકે. જો કે, ATM નો ઉપયોગ કરી ગ્રાહક પૈસા ઉપાડી શકશે. બેંકે ખાતાધારકોને પહેલેથી જ આ બાબતે જાણકારી આપી દીધી છે. જેથી લોકો પોતાની જરૂરિયાતને અનુસાર, પહેલેથી જ નેટ બેંકિંગ સાથે જોડાયેલા કામોને ઝડપથી પતાવી લે અને તેમનું કામ બેંકના નેટ બેંકિંગ સર્વિસ પ્રભાવિત થતા અટકી ના પડે.

સેવાઓ વધુ ઉત્તમ બનાવવા બેંક સતત તેનું મેન્ટેનન્સ કરતી રહે છે
બેંંકે મેઇલ કર્યો – બેંકે ગ્રાહકોને મોકલેલા મેઇલમાં જણાવ્યું છે કે, ’21 જાન્યુઆરી 2021ના શેડ્યુલ મેન્ટેનન્સને કારણે તેનું નેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ એપ સેવાઓ 12:00 AM થી 4:00 AM સુધી બંધ રહેશે. અસુવિધા માટે દિલગીર છીએ.’ તમને જણાવી દઇએ કે, નેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ એપની સેવાઓ વધુ ઉત્તમ બનાવવા માટે બેંક સતત તેને મેન્ટેનન્સ કરતી રહે છે. જેથી ગ્રાહક વગર કોઇ મુશ્કેલીએ ડિજિટલ સેવાઓનો આનંદ ઉઠાવી શકે. આ પહેલાં, ગયા વર્ષે નવેમ્બરમાં સુનિશ્ચિત સમારકામને કારણે HDFC બેંકનું નેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ એપ કેટલાંક ટ્રાન્ઝેક્શન માટે ઉપલબ્ધ ન હોતી.

‘મુંહ બંધ રખો’ અભિયાન
સાઇબર ફ્રોડ અને ઓનલાઇન છેતરપિંડીથી પોતાના ગ્રાહકોને બચાવવા માટે હવે HDFC બેંકએ એક મહત્વની શરૂઆત કરી છે. બેંકે નવું અભિયાન ‘મુંહ બંધ રખો’ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ સાઇબર છેતરપિંડી પર જાગૃકતા લાવવાનો છે.

HDFC બેંક દ્વારા છેતરપિંડીથી બચવા લોકોને જાગૃત કરાશે
HDFC બેંક દ્વારા આયોજિત કરવામાં આવતા વર્કશોપમાં ખૂબ જ સરળ રીતે કોઇ પણ જાતની છેતરપિંડીથી બચવા માટેના ઉપાય દર્શાવવામાં આવશે. જેમાં કાર્ડની માહિતી, cvv, એક્સપાયરી ડેટ, OTP, નેટ બેંકિંગ / મોબાઇલ બેંકિંગ, લોગ ઇન આડી અને પાસવર્ડ જેવી એક પણ બાબતને લોકો સાથે શેર ન કરવા અંગે જાગૃત કરવામાં આવશે.
READ ALSO
- અંબાણી પર સંકટના વાદળ? ‘મુકેશભાઈ આ તો માત્ર ટ્રેલર હતું’, શંકાસ્પદ કાર માંથી મળી ચિઠ્ઠી
- ઉર્જાપ્રધાને જાહેર સભામાં ભાજપના અસંતુષ્ટ આગેવાનોનો ઉધડો લીધો, ‘ટિકીટ ન મળી એટલે તમે થઇ ગયા કોંગ્રેસી!’
- જરૂરી માહિતી/નહિ કપાય તમારી સેલરીમાંથી ટેક્સ, અપનાવો આ 7 સરળ રીત
- ચેતજો / પીએમ મોદીનો ચહેરો, અશોક સ્તંભ… મુદ્રા લોનના ચક્કરમાં કયાંક તમે ન થઈ જાઓ છેતરપિંડીનો શિકાર…
- સ્કીમ/ આ બેંકમાં 3 મહિનાની FDમાં થયો ડબલ નફો, 1000 રૂપિયા મહિને ઈનવેસ્ટ કરી 10 વર્ષમાં થઈ લાખોની કમાણી