GSTV

બેંકમાં નોકરીનો મોકો ઝડપી લો! HDFCમાં 14000 પદો પર થઇ રહી છે ભરતી, બસ કરવાનું છે નાનકડુ કામ

બેંક

જો તમે HDFC બેંક સાથે કામ કરવા માગતા હો તો તમારી પાસે એક તક રહેલી છે. હકીકતમાં આ બેંક ગ્રામીણ વિસ્તારોમાં પોતાના ગ્રાહકોની સંખ્યા વધારવા માગે છે. આ માટે બેંક તેના બેંક મિત્રોની સંખ્યા આ ફાઇનાન્સિયલ વર્ષમાં વધારીને 25000 કરવા માગે છે. બેંકના એક સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં બેંક મિત્રોની સંખ્યા 11000 છે.

HDFCમાં બમ્પર વેકેન્સી

એચડીએફસી બેંકની કન્ટ્રી પ્રમુખ અને સરકારી સંસ્થાગત કારોબાર અને સ્ટાર્ટઅપ વડા સ્મિતા ભગતે જણાવ્યું હતું કે અમે તમામ ગ્રાહકો અને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના અમારા ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ સવલત આપવા માટે પ્રયત્નશીલ છીએ. અમારા બેંક મિત્રોની સંખ્યા હાલમાં 11000 છે જે વધારીને અમે 25000 કરવા માગીએ છીએ.

ભરતી

ગ્રાહકોને બેંક મિત્રો મારફતે ખાતા ખોલવા, ડિપોઝિટસ પેમેન્ટ પ્રોડક્ટ અને લોન જેવી બેંકિંગ સવલતો ઉપલબ્ધ કરી શકાશે. તેમણે જણાવ્યું હતું કે એચડીએફસી તેના બેંક મિત્ર મારફતે નેટવર્ક વિસ્તારમાં સરકારના સેવા કેન્દ્રોનો ઉપયોગ કરવા માટે પણ વિચારણા કરી રહી છે.

Read Also

Related posts

રિલાયન્સ જિયોના આ એક પગલાથી ટૂટી ગયા એરટેલ અને Viના શેર, જાણો તે પાછળના કારણો

Mansi Patel

કૃષિ બિલ / મોદી સરકારના 6 મંત્રીઓ કરેલી પ્રેસ કોન્ફરન્સ પર પાણી ફરી વળ્યું, છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછા ભાવ આ વખતે આપ્યા

Pravin Makwana

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!