GSTV

HDFC બેંક દેશની સૌથી મોટી બ્રાન્ડ, જુઓ Jio કયા નંબરે?

RBI

Last Updated on September 14, 2017 by

HDFC બેન્ક દેશની પ્રમુખ 50 બ્રાન્ડ્સની રેન્કિંગમાં સતત ચોથા વર્ષે પણ ટોચ પર રહી છે. જ્યારે નવી કંપની રિલાયન્સ જિઓ આ લિસ્ટમાં 11માં સ્થાન પર છે. રિસર્ચ કંપની કેન્ટર મિલવાર્ડ બ્રાઉનની બ્રેન્ડજેડ ટોપ-50 મોસ્ટ વેલ્યૂએબલ ઈન્ડિયન બ્રાન્ડ્સ-2017 લિસ્ટમાં કહેવાયું છે કે, HDFCએ 2014થી સતત પોતાની બ્રાન્ડ કિંમતમાં વધારો કર્યો છે અને પોતાની સેવાઓને વધારે સારી કરવા પર ધ્યાન આપ્યું છે.

તેમાં કહેવામાં આવ્યુ છે કે, પ્રાઇવેટ સેક્ટરની આ બેંકની બ્રાન્ડની કિંમત 2014ના 9.8 અરબ ડોલરથી વધીને 18 અરબ ડોલર થઈ ગઈ છે. તેને કેન્ટર મિલવાર્ડ બ્રાઉને ડબ્લ્યૂપીપી સાથે મળીને જાહેર કરી છે.

આ લિસ્ટમાં આ વર્ષમાં નવા નામ પણ શામેલ થયા છે, જેમાં સૌથી પ્રમુખ નામ ટેલિકૉમ કંપની રિલાયન્સ જિયોનું છે, જે 11માં સ્થાને છે. આ સિવાય ડીમાર્ટ, વ્હર્લપૂલ, બજાજ આલિયાન્સ, કેનેરા બેંક, સન ડાયરેક્ટ અને ડિશ ટીવી પણ શામેલ છે.

TOP 10 List

1. HDFC
2. Airtel
3. SBI Bank
4. Asian Paints
5. ICICI Bank
6. Kotak Bank
7. Maruti Suzuki
8. Bajaj
9. Hero
10. Axis Bank
11. Jio

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!