GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

HDFCએ કરોડો ગ્રાહકોને આપી મોટી ભેટ, હોમ લોનના વ્યાજ દરમાં કર્યો આટલા ટકાનો ઘટાડો

hdfc

HDFC લિમિટેડે પોતાના હોમ લોન ગ્રાહકોને મોટી ભેટ આપી છે. HDFCએ હોમ લોનના વ્યાજ દરમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. નવા દરો 22 એપ્રિલ 2020થી લાગુ થશે. નવા દરે હવે 8.05 ટકાથી લઇને 8.85 ચકા વચ્ચે રહેશે. હકીકતમાં તેની પહેલાં દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક સહિત અનેક બેન્કોએ વ્યાજ દરોમાં ઘટાડાનું એલાન કર્યુ હતું. હવે HDFCએ પોતાની હાઉસિંગ લોન પર રિટેલ પ્રાઇમ લેંડિગ રેટ (RPLR)માં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. જણાવી દઇએ કે ગત મહિને 27 માર્ચે કોરોના સંકટને ધ્યાનમાં લેતા આરબીઆઇએ રેપો રેટમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો હતો.

આ વચ્ચે ગત અઠવાડિયે આર્થિક સંકટ વચ્ચે HDFC બેન્કે પોતાના ચોથા ક્વાર્ટરના રિપોર્ટમાં સૌકોઇને ચોંકાવી દીધા છે. HDFC બેન્કના ચોથા ક્વાર્ટરમાં નફો વાર્ષિક આધાર 17.22 ટકા વધીને 6,927.69 કરોડ રૂપિયા રહ્યો.

નફામાં ઉછાળો

ચોથા ક્વાર્ટરમાં બેન્કનું વ્યાજ વાર્ષિક આધારે 16.5 ટકા વધીને 15204.06 કરોડ રૂપિયા રહ્યું. વર્તમાન સમયમાં HDFC બેન્કની માર્કેટ કેપ 4.98 અબજ રૂપિયા છે.

emi

HDFCની ડિપોઝીટમાં વધારો

હકીકતમાં કોરોના વાયરસ સંકટમાં ચોથૈ ક્વાર્ટરના રિપોર્ટ પર અસરનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતુ. પરંતુ બેન્કના કારોબારમાં શાનદાર વધારો જોવા મળી રહ્યો છે. ચોથા ક્વાર્ટરમાં બેન્કની ડિપોઝીટ વાર્ષિક આધારે 24.2 ટકા અને ક્વાર્ટરના આધારે 7.4 ટકાના વધારા સાથે 11,46,500 કરોડ રૂપિયા રહ્યો.

HDFC બેન્કે રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે 31 માર્ચે પૂરા થયેલા ક્વાર્ટરમાં તેની કુલ કંસોલિડેટેડ આવક 38,287.17 કરોડ રૂપિયા રહી. તેની પહેલા નાણાકીય વર્ષ 2018-19ના માર્ચ ક્વાર્ટરમાં બેન્કની આવક 33,260.48 કરોડ રૂપિયા રહી હતી.

Read Also

Related posts

બોલીવુડના આ દિગ્દર્શકના અનાથ આશ્રમમાં 18 બાળકો પોઝિટિવ, 3 સ્ટાફના સભ્યોને પણ લાગ્યો ચેપ

Ankita Trada

સુરતમાં થાળી-વેલણ અને બેનરો સાથે લોકડાઉનનો વિરોધ, પોલીસ 15ને ઉઠાવી ગઇ

Bansari

અનલોક 1: શહેરના નહેરૂનગર ST બસ સ્ટેન્ડ પરથી સેવા થઈ શરૂ, દરેક બસને સેનેટાઈઝ કરવામાં આવી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!