GSTV

બેંક ગ્રાહકો માટે ખુશખબર: HDFC બેંકના ગ્રાહકો ડેબિટ કાર્ડ વગર કોઈ પણ ATMમાંથી કરી શકશે પૈસાની લેવડદેવડ, આવી ગઈ નવી સુવિધા

hdfc

Last Updated on July 30, 2021 by Pravin Makwana

શું આપ પણ એચડીએફસી બેંકના ગ્રાહક છો. તો આપના માટે હાલ ખુશખબર આવી છે. હવે આપ ડેબિટ કાર્ડ પણ પણ એચડીએફસી બેંકના કોઈ પણ એટીએમમાંથી કોઈને પણ પૈસા ટ્રાંસફર કરી શકશો. બેંકે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ગ્રાહકોને સૂચના આપતા કહ્યુ છે કે, હવે ગ્રાહકો ડેબિટ કાર્ડ વગર પણ બેંકના કોઈ પણ એટીએમમાંથી લેવડદેવડ કરી શકશે. બેંકે દાવો કર્યો છે કે, આ સુવિધા ગ્રહાકોને સુરક્ષિત અને સુવિધાજનક રીતે રોકડ લેવડદેવડ કરવામાં ફાયદાકારક સાબિત થશે.

કેવી રીતે કરશો ટ્રાંઝેક્શન

  • ટ્રાંસફર કરવા માટે સૌથી પહેલા જે વ્યક્તિને આપ પૈસા મોકલવાના છે અથવા બેનિફિશિયરીને એચડીએફસીના નેટબેંકીંગ સાથે જોડવાનું રહેશે.
  • આ પ્રક્રિયા પુરી થયા બાદ બેનેફિશિયરીને એસએમએસ દ્વારા 4 ડિજીટ અને 9 ડિજીટનું ઓર્ડર આઈડી મળશે.
  • તેના આગળના સ્ટેપમાં બેનિફિશયરીને એચડીએફસી બેંકના એટીએમ મશીન પર જઈને કાર્ડલેશ કૈશનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • હવે બેનિફિશયરીની એટીએમ મશીનમાં પોતાના ઓટીપી, મોબાઈલ નંબર અને 9 ડિજીટના ઓર્ડર આઈડી ઉપરાંત અમાઉંટ એન્ટર કરવાનું રહેશે.
  • ત્યાર બાદ બેનિફિશયરીને સરળતાથી કાર્ડ વગર એટીએમ મશીનથી રકમ મળી જશે.

ચોવીસ કલાક રોકડ ઉપાડ માન્ય

ડેબિટ કાર્ડ વિના એટીએમ મશીનમાંથી રોકડ ઉપાડની માન્યતા 24 કલાકની અવધિ માટે માન્ય છે. જો 24 કલાકની અંદર રોકડ ઉપાડવામાં નહીં આવે તો આ રકમ આપમેળે બેંક ખાતામાં જમા થઈ જશે. આ સુવિધા અંતર્ગત, ગ્રાહકો એક દિવસમાં ઓછામાં ઓછા 100 રૂપિયાથી મહત્તમ 10,000 રૂપિયા સુધીની રોકડ ઉપાડી શકે છે.

એક મહિનામાં 25 હજાર સુધી માન્ય છે

આ સાથે એક મહિનામાં કુલ 25 હજાર રૂપિયા સુધીની રકમ ફિક્સ કરવામાં આવી છે. એટલે કે, એક મહિનામાં કોઈપણ ગ્રાહક કોઈપણ ડેબિટ કાર્ડ વગર એટીએમ મશીનથી 25 હજાર રૂપિયા સુધી ઉપાડી શકશે. જો કે, તે હકીકત છે કે ગ્રાહકો દ્વારા કરવામાં આવેલા દરેક ટ્રાંજેક્શન પર 25 રૂપિયા લેવામાં આવે છે.

READ ALSO

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!