GSTV
Gujarat Government Advertisement

ધક્કા ખાવાના દિવસો ગયાં: આ બેન્ક 10 સેકેન્ડમાં આપશે લોન, આ ગ્રાહકોને થશે ફાયદો જ ફાયદો

10

Last Updated on July 3, 2020 by Bansari

HDFC બેન્કે પોતાની ZipDrive ઇન્સટેંટ ઑટો લોન સર્વિસને દેશના 1000 શહેરો સુધી વિસ્તારવાનું એલાન કર્યુ છે. બેન્કના નિવેદન અનુસાર, હવે આ ડિજિટલ લોન સર્વિસ કેટલાંક ટીયર 2 તથા ટીયર 3 શહેરોમાં પણ ઉપલબ્ધ થશે. જેમ કે આંધ્ર પ્રદેશનુ ભીમાવરમ, યુપીનુ હરદોઇ, કેરળનુ થલાસ્સેરી, ઓડિશાનુ બાલાસૌર વગેરે.

ZipDrive ઇન્સ્ટન્ટ ઑટો લોનમાં HDFC બેન્ક 10 સેકેન્ડથી પણ ઓછા સમયમાં લોન આપે છે. HDGC બેન્કની આ સર્વિસ તેના પ્રી-અપ્રૂવ્ડ લોન ઑફર વાળા કસ્ટમર્સ માટે છે. તાજેતરમાં જ આવેલો ઑટો ઇન્ડસ્ટ્રીનો ડેટા દર્શાવે છે કે કોવિડ-19 સંક્રમણથી ઓછા પ્રભાવિત નૉન મેટ્રો શહેરોમાં ઑટોમોબાઇલનું વેચાણ વધ્યુ છે. તેનું કારણ સોશિયલ ડિસ્ટેંસિંગને ધ્યાનમાં લેતા લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સફર કરવાથી બચાવાનું છે.

ગાડીની 100 ટકા વેલ્યૂ સુધીની ઑન રોડ ફંડિંગ

ZipDrive ઇન્સટંટ ઑટો લોનનો લાભ HDFC બેન્ક ગ્રાહક નેટબેન્કિંગ અથવા ફોન બેન્કિંગની મદદથી લઇ શકે છે. તેના માટે કોઇ પ્રી-અપ્રૂવ્ડ ડોક્યુમેન્ટની જરૂર નથી. ફક્ત એપ્લીકેશન ઉપરાંત કેટલાંક પોસ્ટ ડિસ્બર્સલ ડોક્યુમેન્ટ સબમીટ કરવાના હોય છે. ઑનલાઇન એપ્લીકેશન સબમિટ કર્યા બાદ સોન અમાઉન્ટ 10 સેકેન્ડથી પણ ઓછા સમયમાં કાર ડીલર પાસે ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. બેન્કના પ્રી-અપ્રૂવ્ડ લોન ઑફર વાળા ગ્રાહક ક્યાંયથી પણ, ગમે ત્યારે લોન લઇ શકે છે. તે ઇચ્છે તો ગાડીની 100 ટકા વેલ્યૂ સુધી ઑન રોડ ફંડિંગનો વિકલ્પ સિલેક્ટ કરી શકો છો.

આ છે પ્રોસેસ

  • HDFC નેટ બેન્કિંગમાં લૉગ ઇન કરી ઑફર્સ ટેબ પર ક્લિક કરી ઑફર ચેક કરો.
  • જો ઇન્સટેંટ ઑટો લોનની ઑફર હોય તો ‘અવેલ નાઉ’ પર ક્લિક કરો. તે બાદ ખુલતાં પેજમાં ‘સ્ટાર્ટ યોર ઑનલાઇન એપ્લીકેશન’ પર ક્લિક કરો.
  • માંગવામાં આવેલી પર્સનલ ડિટેલ ભરીને ‘કન્ટીન્યૂ’ પર ક્લિક કરો. હવે વ્હીકલ લોન સાથે સંબંધિત ડિટેલ જેવી કે કારનું મોડલ, લોનનો સમયગાળો વગેરે ભરીને ‘કન્ટીન્યૂ’ પર ક્લિક કરો.
  • હવે તમામ વિગતો ચેક કર્યા બાદ કંટીન્યૂ કરો. તે બાદ કેટલીક ડિક્લેરેશન આવશે. તે તમામની આગળ બોક્સમાં ટિક કરવાનું છે અને તેને સબમિટ કરવાનુ છે.

તે બાદ આખુ એપ્લીકેશન ફોર્મ આવશે, ચેક કર્યા બાદ સબમિટ કરો.

ટર્મ્સ એન્ડ કંડીશંસ વાંચ્યા બાદ એગ્રી કરો અને ઓટીપી રિકવેસ્ટ માટે એગ્રી કરો. તે બાદ તમારા બેન્ક સાથે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. તેને એન્ટર કરો.

તે બાદ લોન અમાઉન્ટ તમારા દ્વારા પસંદ કરવામાં આવેલા કાર ડીલર પાસે પહોંચી જશે. હવે જરૂરી ડોક્યુમેન્ટની લિસ્ટ આવશે જેને તમારે બેન્કના એગ્ઝીક્યૂટિવને સોંપવાનો છે. તે બાદ તમે ગાડી ઘરે લઇ જઇ શકશો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!