GSTV
Home » News » મીડિયાની ટીકાથી કંટાળેલા એચડી કુમારસ્વામી નિયંત્રણ માટે લાવશે કાયદો

મીડિયાની ટીકાથી કંટાળેલા એચડી કુમારસ્વામી નિયંત્રણ માટે લાવશે કાયદો

સ્થાનિક મીડિયા દ્વારા પોતાના અને પરિવારના મોજ-શોખ અંગે સતત સમાચાર આપવાથી કર્ણાટકના મુખ્યમંત્રી નિરાશ થયા છે. મીડિયામાં કોંગ્રેસ-જેડીએસના ભવિષ્ય અંગે જે અટકળો લગાવવામાં આવે છે, તેનાથી પણા નાખુશ છે. આ અંગે એચડી કુમારસ્વામીએ જણાવ્યું કે, ખોટી રીતે પ્રસારણ કરતા રહેવાના કારણે મીડિયાને નિયંત્રિત કરવા માટે કાયદો લાવવામાં આવશે.

રવિવારે મૈસૂરૂમાં પત્રકાર પ્રસન્ના કુમારે લખેલાં બે પુસ્તકોના વિમોચન સમયે તેમણે કહ્યું કે, અમને ખોટી રીતે દર્શાવીને તમે કોની મદદ કરવાનો પ્રયત્ન કરો છો? હું આને નિયંત્રિત કરવા માટે કાયદો લાવવાનું વિચારી રહ્યો છું. મજાકના નામે આમાં રાજનેતાઓનું અપમાન કરવામાં આવે છે. રાજનેતાઓ માટે તમારી રાય શું છે? તમે તેમનું અપમાન કેમ કરો છો? કોઇપણ જાતના અધાર વગર તેમને ખોટી રીતે દર્શાવવાનો તમને કોણે અધિકાર આપ્યો?

મીડિયાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, જે રીતે ન્યૂઝ ચેનલ્સ કામ કરી રહી છે, તેનાથી હું બહુ દુ:ખી છું. હું અત્યારે તેનાથી દૂર જ રહું છું. તેઓ જે ઇચ્છે તે કરવા દો. ચેનલોની વાર્તાઓને રચનાત્મક રીતે દર્શાવતાં પહેલાં વિચાર કરી લેવો જોઇએ. રસપ્રદ વાત તો એ છે કે, કુમારસ્વામી પોતે એક કન્નડ ન્યૂઝ ચેનલ કસ્તૂરી ન્યૂઝના માલિક છે. જેને તેમની પત્ની અને ધારાસભ્ય અનીતા કુમારસ્વામી સંચાલિત કરે છે.

ગયા વર્ષે મેમાં સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન બાબતે ઘણા સમાચારો આવ્યા કરતા હતા. ઘણી વાર સરકાર પડી ભાંગશે એવા સમાચાર પણ આવતા હતા. જ્યારે કુમારસ્વામી અને તેમના ગઠબંધનના નેતાઓને આ રિપોર્ટ્સને માત્ર અટકળો જ ગણાવી છે.

તેમણે વધુમાં કહ્યું, “મારું સ્પષ્ટપણે કહેવું છે કે, ન્યૂઝ ચેનલોએ ટીવીના મનોરંજન ચેનલોને કાઢી નાખી છે અને તેઓ સીરિયલના એપિસોડ્સની જેમ સમાચારો બતાવે છે. હું તેને જોઉં છું અને તમારાં બનાવેલાં આ ફિલ્શનનો આનંદ ઉઠાવું છું.” આ વાત તેમણે જાન્યુઆરીના રિપોર્ટ અંગે કહી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સરકારના ડઝનબંધ ધારાસભ્યો વિપક્ષી પાર્ટી બીજેપીમાં ભળી શકે છે.

લોકસભા ચૂંટણી દરમિયાન કુમારસ્વામીના ઘરના ત્રણ સભ્યો મેદાનમાં હતા. સ્થાનિક ન્યૂઝ ચેનલો માટે મનોરંજનનો મનપસંદ વિષય મુખ્યમંત્રીના પરિવાર પર વ્યંગ કરવાનો બની ગયો હતો. લોકસભા ચૂંટણી પહેલાં ભાજપાના બે ઉમેદવાર પ્રતાપ સિમ્હા અને તેજસ્વી સૂર્યા બેંગલૂરુની સ્થાનિક અદાલતમાંથી મીડિયા વિરૂદ્ધ ગૈગ ઓર્ડર લાવ્યા હતા. જેના માટે તેમણે કેટલાક રિપોર્ટ ટાંક્યા હતા, જે પહેલી નજરે માનહાનિકારક હતા.

Related posts

લગ્નજીવનમાં સતત આવી રહી છે સમસ્યાઓ? કારતક મહિનામાં કરો આ કારગર ઉપાય

Bansari

વિરાટ કોહલીની RCBમાં સામેલ થઇ આ મહિલા, IPLમાં પહેલીવાર થયો આવો ઐતિહાસિક બદલાવ

Bansari

આ Appના કારણે ધડાધડ ઉતરે છે તમારા ફોનની બેટરી, ડિસ્પ્લેને પણ છે ખતરો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!