GSTV
Home » News » ભૂતપૂર્વ વડાપ્રધાન દેવ ગૌડાનું મોટું નિવેદન, મોદી ફરીથી દેશના PM બનશે તો દેશ બરબાદ થશે

ભૂતપૂર્વ વડાપ્રધાન દેવ ગૌડાનું મોટું નિવેદન, મોદી ફરીથી દેશના PM બનશે તો દેશ બરબાદ થશે

ભૂતપૂર્વ વડા પ્રધાન અને જેડી-એસના અધ્યક્ષ એચડી દેવ ગૌડાએ શનિવારે આશંકા વ્યક્ત કરી હતી કે જો નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન બન્યા તો તે દેશ અને તેના બંધારણનો નાશ કરશે. જ્યારે કોંગ્રેસ અને જેડી-એસ નેતાઓની સંયુક્ત રેલીમાં દેવ ગૌડાએ કહ્યું હતું કે 282 બેઠકો જીતવાની ઘમંડમાં નરેન્દ્ર મોદી દેશનો વિનાશ કરવા આવ્યા છે.

જ્યારે એચડી દેવે ગૌડાએ ભાર મૂકીને કહ્યું હતું તે દેશ કોઈ એક ધર્મનો નથી, પરંતુ તે બધા લોકોનો છે જે વિવિધ ધર્મોને અનુસરે છે, પછી ભલે તે ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મ, જૈન ધર્મ અથવા હિન્દુ ધર્મ છે. ત્યારે દેવે ગૌડાએ લોકોને મોદીના ભાષણોનાં “ખોખલા” છે તેને સમજવા માટે કહ્યું હતું.

મોદી પીએમ બનશે તો બંઘારણનો નાશ થઈ જશે- દેવગૌડા

તેમણે કહ્યું હતું કે, “હું તમને કૃપા કરીને જણાવવાં માંગુ છું કે મોદીના દરેક શબ્દો ખોખલી છે. તમે મહેરબાનીકરીને સમજો. જો ભૂલથી મોદી ફરી વડા પ્રધાન બન્યા તો એવી પરિસ્થિતિ ઊભી થશે, જેમાં બી.આર. આંબેડકર દ્વારા લખાયેલ બંધારણ બર્બાદ થશે.”એચડી દેવે ગૌડાએ કહ્યું, “હું મારા અનુભવથી આ કહું છું. દેશમાં સિસ્ટમનો નાશ કેવી રીતે થઈ રહ્યો છે તે અંગે હું ઘણા બધા ઉદાહરણો આપી શકું છું.”

READ ALSO

Related posts

AAP એ બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો, કેજરીવાલે કહ્યું- બીજેપી સિવાય બીજી કોઇપણ પાર્ટીના સમર્થન માટે તૈયાર

Bansari

રૂપાણી, નીતિનભાઈ અને વાઘાણીનું ભવિષ્ય નક્કી કરશે લોકસભાનું રિઝલ્ટ, મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા

Karan

માયાવતી ઉપયોગમાં લીધેલ ટ્રાન્સફોર્મર જેવા, તેનાથી બલ્બ પણ પ્રકાશ આપતો નથી : સુરેશ ખન્ના

Mayur