GSTV
Home » News » રિલાયન્સ બિગ ડિજિટલ ટીવી પર 1 વર્ષ ફ્રી જોવા મળશે HD ચેનલ્સ

રિલાયન્સ બિગ ડિજિટલ ટીવી પર 1 વર્ષ ફ્રી જોવા મળશે HD ચેનલ્સ

રિલાયન્સ બિગ ટીવીએ DTH કનેક્શન બુક કરાવવા માટે એક ખાસ ઑફર લોન્ચ કરી છે. કંપનીએ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ભારતીય પૉસ્ટ ઑફિસ સાથે પાર્ટનરશિપ કરી છે. હવે રિલાયન્સ ડિજિટલ ટીવીનું કનેક્શન દેશભરના 50000 જેટલી પૉસ્ટ ઑફિસમાંથી લઇ શકાશે. કંપની આ ઑફર એક વર્ષ સુધી HD ચેનલ્સ ફ્રીમાં દેખાડશે. પોસ્ટ ઑફિસની મદદથી રિલાયન્સ DTH કનેક્ટશન બુક કરાવનાર ઉપભોક્તાઓને કનેક્શનની સાથે હાઇ-ડિફિનિશન, હાઇ – ઇફીસિયન્સી વીડિયો કોડિગ સેટ-ટૉપ બોક્સ આપવામાં આવશે.

કંપની 20 જૂનથી આ સેવાની શરૂઆત કરી ચૂકી છે. રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, અરૂણાચલ પ્રદેશ, અસમ, મણિપુર, મેધાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમના ઉપભોક્તાઓ DTHનું પ્રી-બુકિંગ કરી શકશે. દેશના અન્ય રાજ્યોમાં ધીમે-ધીમે આ સેવાનો વિસ્તાર કરવામાં આવશે.

રિલાયન્સ કમ્યૂનિકેશન્સની બિગ ટીવીએ કેટલાક મહિના પહેલા જ આકર્ષક ઑફર લોન્ચ કરી હતી, જેમાં ટીવી કનેક્શન બુક કરાવવા માટે ગ્રાહકોને 2000 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. કંપની પ્રી-બુકિંગ એકાઉન્ટ 500 રૂપિયા અને 1500 રૂપિયા ગ્રાહકોને 3 વર્ષ પછી રિફન્ડ કરશે. આ રીતે ગ્રાહકોને તમામ રકમ પરત કરવામાં આવશે અને કનેક્શન ફ્રીમાં મળશે.

રિલાયન્સ બિગ ટીવીની જાહેરાત કરતા કહ્યુ કે, ઉપભોકતા 1 વર્ષ માટે 500 ચેનલ્સ ફ્રીમાં જોઇ શકશે, જેમાં HD ચેનલ્સ શામેલ છે. આગામી વર્ષે આ તમામ ચેનલ્સની સેવા ચાલુ રાખવા માટે ઉપભોક્તાએ 300 રૂપિયા પ્રતિ માસ ચૂકવવા પડશે. 2 વર્ષના રિચાર્જ પર કેશબેક ઑફર આપવામાં આવશે. સેટ-ટૉપ બોક્સની બુકિંગ કેટલાક રાજ્યોમાં 1 માર્ચ 2018થી શરૂ થઇ ગયું છે. જો ઉપભોક્તા 1 વર્ષ પછી 300 રૂપિયાની કિંમત નહીં ચૂકવે તો તેમણે ફ્રી ટૂ એર ચેનલ્સની સેવા મળશે.

DTH સેવા આપનારી કંપની ડિશ ટીવીએ પોતાના ગ્રાહકોને માટે ગત મહિને એક પ્લાન લોન્ચ કર્યો હતો.ગ્રાહકોને પોતાની પસંદગીની જ ચેનલ્સની ચૂકવણી કરવી પડશે. ટેલિકૉમ કંપનીઓ વચ્ચે ટક્કર થયા પછી DTH કંપનીઓ વચ્ચે પણ ટક્કર જોવા મળી રહી છે.

Related posts

વીરપ્પન ઠાર મારનારા પોલીસ અધિકારીને કાશ્મીરમાં અમિત શાહે સોંપી મોટી જવાબદારી

Bansari

જ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો ધંધે લાગી જશો, આ તકેદારી રાખો નહી તો….

Bansari

…તો બંધ કરી દઈશું વોડાફોન-આઈડીયાને : 3.75 કરોડ ગ્રાહકોને લાગશે મોટો ઝટકો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!