GSTV

મલ્ટીલેયર પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા HCનું સખ્ત વલણ, GPCBને કર્યો આ આદેશ

Last Updated on November 26, 2021 by GSTV Web Desk

ગુજરાત હાઇકોર્ટે મલ્ટીલેયર પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવવા મુદ્દે સખત વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે જણાવ્યું કે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એકટ 2016 મુજબ મલ્ટીલેયર પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવો જરૂરી છે. હાઇકોર્ટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ પ્રકારના પ્લાસ્ટિકને લઇને જરૂરી પગલાં લેવા પણ નિર્દેશ કર્યો છે.

વર્ષ 2016માં પ્રતિબંધિત પેપર કપ, પેપર ગ્લાસ અને અન્ય મટીરીયલ કે જે રિસાયકલ ન થતું હોય એમને બંધ કરવા બાબતે થયેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી. આ દરમ્યાન ભારતના એડિશનલ સોલિસીટર જનરલે મલ્ટીલેયર પ્લાસ્ટિકના પ્રતિબંધ વેચાણ અને ડિસ્ટ્રિબ્યુશન રોકવાની માંગ કરી હતી.

બીજી તરફ રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાએ પણ પેપર કપને કારણે ડ્રેનેજ પાઇપ અને સુએઝ પાઇપ બ્લોક થઈ જવાની પણ ઘટનાઓ બનતી હોવાનું જણાવ્યું. હાઇકોર્ટે જણાવ્યું કે પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ખતરારૂપ છે જે માટે લોકોને જાગૃત કરવા જોઇએ. લોકોએ પણ આ બાબતને સમજવી જરૂરી છે તેમ હાઇકોર્ટે જણાવ્યું. સમગ્ર મામલે 10 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

Read Also

Related posts

ગુનાનું પગેરું / અમદાવાદ પોલીસ તંત્ર બન્યું હાઈટેક, ગુનેગારોની માહિતી મળશે હવે આંગળીના ટેરવે

GSTV Web Desk

ચોંકાવનારો બનાવ / સુરતમાં નશામાં ધૂત યુવક ભૂલ્યો ભાન, દેશી દારૂ સમજી એસિડ ગટગટાવતા મોત

GSTV Web Desk

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!