GSTV

પ્રોત્સાહન / સારી પરફોર્મન્સ આપવા પર મળશે મર્સિડીઝ કાર! આ કંપનીના કર્મચારીઓના બખ્ખા

Last Updated on July 22, 2021 by Zainul Ansari

સારા કર્મચારીઓને પોતાની સાથે રાખવા માટે IT કંપનીઓમાં ભારે સ્પર્ધા છે. તેના કારણે કંપનીઓ તેમને લલચાવવા માટે જાત-જાતના ઇન્સેન્ટિવ આપવાનો પ્રયાસ કરી રહી છે. આવી જ એક કંપની તેના સારા પ્રદર્શન કરતા કર્મચારીઓને મર્સિડીઝ કાર આપવાની તૈયારી કરી રહી છે.

HCL ટેક્નોલોજી તેના ટોપ પરફોર્મર્સને Mercedes Benz કાર આપવાની તૈયારી કરી રહી છે. એક અહેવાલ મુજબ HCL એચઆર પ્રમુખ અપ્પારાવ વીવીએ જણાવ્યું કે ટોપ પરપોર્મર્સને મર્સિડિઝ કાર આપવાનો આ પ્રસ્તાવ તૈયાર છે અને તેને બોર્ડ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે.

કંપની અગાઉ પણ આવું કરી ચુકી છે. કંપનીએ વર્ષ 2013માં તેના ટોપ પરફોર્મરને 50 મર્સિડીઝ કાર ભેટમાં આપી હતી. જોકે ત્યારબાદથી તે ફરીથી નથી થયું.

કંપની કેમ આપી રહી છે મોંઘી ભેટ

અપ્પારાવે જણાવ્યું કે નવી હાયરિંગનો ખર્ચ 15થી 20 ટકા વધી જાય છે. તેથી અમે અમારા વર્કફોર્સની કુશળતાને વધારવામાં સક્રિયતાથી લાગેલા છે. તમે જો કોઇ ડેવલોપરની ભરતી કરી રહ્યા છો, તો તે એ જ ખર્ચમાં મળી જાય છે, પરંતુ જો તમને એક ક્લાઉડ પ્રોફેશનલ જોઇએ તો તેના માટે વધારે રૂપિયા ખર્ચ કરવા પડશે.

22,000 ફ્રેશર્સની ભરતીની યોજના

ઉલ્લેખનીય છે કે HCL ટેક્નોલોજી આ નાણાકિય વર્ષમાં 22,000 ફ્રેશર્સની ભરતીની યોજના બનાવી રહી છે. ગત વર્ષે કંપનીએ 15,600 ફ્રેશર્સની ભરતી કરી હતી.

tcs

અપ્પારાવે જણાવ્યું કે HCL કર્મચારીઓને જાળવી રાખવા માટે સારો પેકેજ ઓફર કરે છે. ત્રણ વર્ષની કેસ ઇન્સેન્ટિવ યોજના છે, જે દર વર્ષે સીટીસીના 50 ટકાથી 100 ટકા જેટલી થાય છે. HCL આઈટી સર્વિસિઝમાં એટ્રિશન એટલે નોકરી છોડવાનો દર વધી જૂન ત્રિમાસિકમાં 11.8 થઈ ગયો છે.

Read Also

Related posts

રામ નામના જાપ/ 57 વર્ષથી અહીં ચાલી રહી છે અખંડ રામધૂન, એક સેકન્ડ માટે પણ નથી રહી બંધ, જાણી લો ગુજરાતમાં ક્યાં આવેલું છે આ સ્થળ

Harshad Patel

સાચવજો/ 1,40,00,000 કરોડના ખર્ચ પછી પણ જીવવા માટે તલસી રહ્યો છે કોરોનાનો દર્દી, ડોક્ટરે કહ્યું હજુ એક કરોડ રૂપિયા થશે ખર્ચ

Damini Patel

વધ્યો વિવાદ/ ભાજપના બે મુખ્યમંત્રી અમિત શાહને ઘોળીને પી ગયા, મનમાની કરી લઈ લીધા આ નિર્ણયો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!