GSTV
Gujarat Government Advertisement

ગજબ / આ કંપની કર્મચારીને આપી રહી છે રૂ.30 લાખનું કોરોના સ્પેશિયલ ઇન્શ્યોરન્સ, સાથે આપશે નોકરી પણ

ઇન્શ્યોરન્સ

Last Updated on May 8, 2021 by Dhruv Brahmbhatt

કોરોના મહામારી વચ્ચે આઇટી કંપની HCL Technology પોતાના કર્મચારીઓને 30 લાખનું સ્પેશિયલ ઇન્શ્યોરન્સ કવર આપી રહી છે. આ સિવાય 7 લાખ રૂપિયા એમ્પ્લોય ડિપોઝિટ ઇન્શ્યોરન્સના રૂપમાં આપી રહી છે. જો કોઇ કર્મચારીનું કોરોનાથી મોત થઇ જાય છે તો પરિવારને આ ઇન્શ્યોરન્સનો 100 ટકા લાભ મળશે. આ સિવાય તે એમ્પ્લોયની એક વર્ષની સંપૂર્ણ સેલરી પણ પરિવાજનોને આપવામાં આવશે.

અત્યાર સુધી HCL ના અંદાજે 1600 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે. તેમાંથી અનેકના મોત પણ થઇ ચૂક્યાં છે. કંપનીના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર વીવી અપૂર્વાએ જણાવ્યું કે, જો કોઇ કર્મચારીનું મોત થઇ જાય છે તો આગામી ત્રણ વર્ષ સુધી તેના પરિવારને મેડિકલ કવરેજનો લાભ મળશે. બાળકોનો આગામી પાંચ વર્ષના અભ્યાસનો ખર્ચ પણ કંપની ઉઠાવશે. આ સમયે કંપનીમાં 1.6 લાખ કર્મચારી કામ કરે છે. આ સિવાય પોતાના પાર્ટનરને કંપની ટ્રેનિંગ પણ આપશે કે જેનાથી તેઓ કંપની સાથે જોડાઇ શકે.

કોરોના

રોજનું એક રૂપિયાનું યોગદાન

સંકટના સમયે પોતાના એમ્પ્લોયની મદદ માટે કંપનીએ પાવર ઑફ વનના નામથી એક ફંડ તૈયાર કર્યું છે. આ ફંડમાં કંપનીના દરેક કર્મચારીને એક દિવસમાં જ એક રૂપિયા જમા કરાવવાનો રહેશે. આ રીતે એક દિવસમાં 1.6 લાખ અને એક મહીનામાં 48 લાખ રૂપિયા જમા થઇ જાય છે. કંપનીનું કહેવું છે કે, આ ફંડની મદદથી કોરોના પ્રભાવિત કર્મચારી અને તેમના પરિવારની મદદ કરવામાં આવશે.

આઇસોલેશન બેડ પણ કંપનીએ તૈયાર કર્યા છે

આ સિવાય HCL એ પોતાના અલગ-અલગ કેમ્પસમાં આઇસોલેશન બેડ પણ તૈયાર કર્યા છે. એમ્પ્લોયની મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવેલ છે. મેડિકલ એડવાન્સ માટે 46 ડૉક્ટર અને 31 નર્સની પણ નિયુક્તિ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, નાપાસ થતા ડિપ્રેશનમાં સપડાયો હતો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!