GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

વીઅાઈપી અને જજ માટે ટોલપ્લાઝા પર અલગથી લેન બનાવો : મદ્રાસ હાઈકોર્ટ

મદ્રાસ હાઈકોર્ટે બુધવારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને કડક સંદેશો આપતા કહ્યું છે કે એનએચએઆઈએ પોતાના તમામ ટોલ પ્લાઝા પર વીઆઈપી અને સિટિંગ જજો માટે એક અલગ એક્સ્લૂઝિવ લેન બનાવવી જોઈએ. જો આમ નહીં કરવામાં આવે તો તેમણે કોર્ટના અનાદર મામલે કાર્યવાહી માટે તૈયાર રહેવું જોઈએ. આ મામલે સુનાવણી કરતા મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ હુલુવાડી જી. રમેશ અને જસ્ટિસ એમ. વી. મુરલીધરનની ખંડપીઠે કહ્યું છે કે વીઆઈપી અને ન્યાયાધીશો માટે ઘણી ઘણી શરમજનક વાત છે કે તેઓ ટોલ પ્લાઝા પર રાહ જોવે અને પોતાનું ઓળખપત્ર દેખાડે.

મદ્રાસ હાઈકોર્ટે આ મામલામાં એનએચએઆઈને તેના તમામ ટોલ પ્લાઝ પર આને લાગુ કરવા માટેનો આદેશ આપતા કહ્યું છે કે જો આને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો કારણદર્શક નોટિસ જાહેર કરવામાં આવશે. હાઈકોર્ટની ખંડપીઠે કેન્દ્ર અને એનએચએઆઈને કહ્યું છે કે તેઓ આ મામલામાં સર્ક્યુલર જાહેર કરે.

ન્યાયાધીશે કહ્યું છે કે એક સર્ક્યુલર પ્રત્યેક ટોલ કલેક્ટર માટે જાહેર કરાય તેવી શક્યતા છે. તેમા તેમને આવા પ્રકારની વીઆઈપી લેન તૈયાર કરવા માટે કહેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ ટોલ કલેક્ટરની જવાબદારી હશે કે તેઓ આવી લેન પરથી વીઆઈપી અને ન્યાયાધીશ સિવાય કોઈ અન્યને પસાર થવા દે નહીં તથા આવા નિયમના ઉલ્લંઘન પર ટોલ કલેક્ટર તેની વિરુદ્ધ કડકાઈ કરે.

  • મદ્રાસ હાઈર્કોર્ટનો અેનઅેચઅેઅાઈને અાદેશ
  • જજો, વીઅાઈપી માટે ટોલપ્લાઝા પર અલગ લેન બને

Related posts

અમિતાભ બચ્ચનની તબિયત અચાનક લથડતા નાણાવટી હોસ્પિટલમાં દાખલ

Nilesh Jethva

અફઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, છ લોકોના કરૂણ મોત, આઠને ઈજા

Mansi Patel

આસામના એક્ટિવિસ્ટ અખિલ ગોગોઈ થયા કોરોનાગ્રસ્ત, જેલમાં અન્ય 55 કેદી પણ કોરોનાથી સંક્રમિત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!