GSTV

ઘરમાં વ્યક્તિ શું ખાશે અને શું પીશે તે સરકાર નક્કી ન કરી શકે : દારૂ પીવાની આપો છૂટ, કોર્ટમાં પહોંચ્યો છે મામલો

Last Updated on June 22, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં દારૂબંધી અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે એડવોકેટ જનરલે રાજ્યમાં દારૂબંધીને પડકારતી અરજી અયોગ્ય ગણાવી હતી. ગુજરાતમાં દારૂ પર રોક હોવાથી રાજ્યમાં દારૂ પીને આવતા લોકો સામે કાર્યવાહી થાય છે. અરજદારે રજૂઆત કરી હતી કે દારૂની છૂટ હોય તેવા રાજ્યમાંથી દારૂ પીને આવતા લોકો સામે કાર્યવાહી ન થવી જોઈએ. અરજદારે રજૂઆત કરી હતી કે ઘરમાં વ્યક્તિ શું ખાશે અને શું પીશે તે સરકાર નક્કી ન કરી શકે. જો કે એડવોકેટ જનરલે અરજદારની રજૂઆતો અયોગ્ય ગણાવી હતી.

gujarat-high-court

SC એ વર્ષ ૧૯૪૯માં જ ગુજરાતના દારૂબંધીના કાયદાની જોગવાઇઓને બહાલી આપી હતી

પ્રાઇવસીના અધિકાર હેઠળ ગુજરાતમાં ઘરમાં બેસી દારૂ પીવાની છૂટ મળવી જોઇએ તેવી માંગણી કરતી પિટિશનોની ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ સુનાવણી યોજાઇ હતી. રાજ્ય સરકારે પ્રાથમિક વાંધો દર્શાવી રજૂઆત કરી હતી કે સુપ્રીમ કોર્ટે વર્ષ ૧૯૪૯માં જ ગુજરાતના દારૂબંધીના કાયદાની જોગવાઇઓને બહાલી આપી હતી. તેથી હાઇકોર્ટ આ પિટિશનો સાંભળી શકે નહીં અને આ પિટિશનો પણ ટકવાપાત્ર નથી.

ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ યોજાયેલી સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે વર્ષ ૧૯૫૧માં સુપ્રીમ કોર્ટે સ્ટેટ ઓફ બોમ્બે અને અન્ય વિરૃદ્ધ એફ.એન. બલસારાના કેસમાં દારૃબંધીના કાયદાની જોગવાઇઓને બહાલી આપી હતી અને તેમને યથાવત્ રાખી હતી. તેથી હાઇકોર્ટ આ પિટિશનો સાંભળી શકે નહીં. અરજદારો નવાં ગ્રાઉન્ડને દર્શાવી કાયદાની જોગવાઇઓ પડકારી રહ્યા છે અને હજુ નવાં ગ્રાઉન્ડ પણ સામે આવી શકે છે, પરંતુ આ કલમોની સુપ્રીમ કોર્ટ અગાઉ માન્યતા આપી ચૂકી છે, તેથી અરજદારો તેની સામે હાઇકોર્ટમાં અરજી કરી શકે નહીં.

liquer

વર્ષ ૨૦૧૭ બાદ સુપ્રીમ કોર્ટે આપેલા કેટલાંક નિર્ણયો અને અવલોકનોને આધાર બનાવી આ પિટિશનો દ્વારા ગુજરાતમાં દારૃબંધીની જોગવાઇઓને પડકારવામાં આવી છે. શાયરા બાનો, નવતેજ સિંઘ જોહર અને જોસેફ શાઇનના કેસોમાં સુપ્રીમ કોર્ટેના નિર્ણયોને આધાર બનાવી અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ કાયદો એ સ્પષ્ટ રીતે મનસ્વી છે. આ ઉપરાંત પ્રાઇવસીનો અધિકાર, એકાંતમાં રહેવાનો અધઇકાર તેમજ ઘરની ચાર દિવાલમાં દારૃ પીવાના અધિકારને આધાર બનાવી રજૂઆત કરાઇ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

સાબરમતિ રિવરફ્રન્ટ પર સુરક્ષાનો અભાવ: મોટાભાગની જગ્યાએ CCTV કેમેરા નથી, ગુનાનો ભેદ ઉકેલવા અનેક મુશ્કેલીઓ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!