GSTV

વાસ્તુ ટિપ્સ / શું તમને પણ છે શરીરના આ ભાગ પર તલ ? નહિ છોડે ભાગ્ય ક્યારેય તમારો સાથ

Last Updated on November 27, 2021 by GSTV Web Desk

શું તમને ખ્યાલ છે હસ્તરેખા શાસ્ત્ર મુજબ વ્યક્તિના શરીરના કોઈ ભાગ પર તાલ હોય તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, જો તમારા ગાલ પર લાલ રંગના તિલ હોય તો તેને ખુબ જ શુભ માનવામાં આવે છે પરંતુ, શરીરના અન્ય ભાગો માટે કાળા રંગનુ તલ ખુબ જ શુભ માનવામા આવે છે પરંતુ, તે બંનેની અસરો જુદી-જુદી હોય છે. તો ચાલો આજે આપણે શરીરના વિવિધ ભાગો પર રહેલા તલના અર્થ વિશે સમજીએ.

હોઠ પર તલ હોવા :

જો પુરુષ અને સ્ત્રીના હોઠની જમણી બાજુ તલનું ચિહ્ન હોય તો તેમનો તેમના જીવનસાથી સાથે પ્રેમભર્યો સંબંધ હોય છે. તેમની વચ્ચેનુ જોડાણ ખુબ જ મજબૂત હોય છે. બીજી તરફ જો હોઠની ડાબી બાજુ તલનું ચિહ્ન હોય તો જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના વધારે પડતી રહે છે. જે લોકોના હોઠના નીચેના ભાગ પર તલ હોય છે તેમને ખાવા-પીવાનો શોખ વધુ પડતો હોય છે તેમજ આવા લોકો તેમના કાર્યક્ષેત્રમાં વધુ સફળતા મેળવે છે.

છાતી પર તલ હોવા :

જો તમારી છાતીના ડાબી બાજુના ભાગમા તલ કે મસા હોય તો તે વ્યક્તિ મોટી ઉંમરે લગ્ન કરે તેવી સંભાવનાઓ સર્જાય છે. આવા લોકો વધુ પડતી કામુક લાગણીઓ ધરાવતા હોય છે. આ પ્રકારના લોકો હૃદયરોગનો વધુ પડતો શિકાર બને છે. છાતીની જમણી બાજુએ તલ ધરાવતી વ્યક્તિ વધારે પડતી સમૃદ્ધ હોય છે અને તેનો જીવનસાથી પણ સુંદર અને લાયક હોય છે.

હથેળી પર તલ હોવા :

હથેળીના અંગૂઠાના નીચેના ભાગને શુક્ર પર્વત કહેવામાં આવે છે. આ સિવાય જે લોકોની હથેળીમાં તલ હોય છે, તે જીવનમાં અપાર સફળતા મેળવે છે. જો કોઈ વ્યક્તિના અંગૂઠા પર તલ હોય તો ગમે તેટલું સારું પ્રદર્શન કરવા છતાંપણ તેને સફળતા મળતી નથી.

પેટ પર તલ હોવા :

જે લોકોના પેટના ભાગમાં તલ હોય છે, તે લોકો ખૂબ જ વધારે પડતા ફૂડી હોય છે. જો તલ નાભિની ડાબી બાજુ હોય તો તે વ્યક્તિ આજીવન પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓથી પીડાય છે. જે વ્યક્તિની નાભિ નીચે તલનું નિશાન હોય છે, તે જાતીય બીમારીના ભોગ બને છે.

કપાળ પર તલ હોવા :

જે વ્યક્તિના કપાળ પર જમણી અને ડાબી બાજુ તલનું નિશાન હોય છે, તે અઢળક પૈસા કમાય છે પરંતુ, તે પોતાના પૈસા મોજશોખની વસ્તુઓ પર ખર્ચ કરે છે. ઘણીવાર આના કારણે તેમણે આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત જે લોકોના કપાળની વચ્ચે તલ હોય છે તે પણ ખુબ જ નસીબદાર હોય છે. તેમનું ભાગ્ય તેમને દરેક ક્ષેત્રમાં ટેકો આપે છે જેમાં તે પ્રયાસ કરે છે અને જીવનમાં સફળતા પણ મેળવે છે.

Read Also

Related posts

VIDEO: સત્સંગી મહિલાઓ દ્ધારા ગંભીર આક્ષેપો કરતો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, સાધુઓના બે જૂથો વચ્ચે ગળાકાપ હરિફાઇ

pratik shah

SBIના ગ્રાહકો માટે એલર્ટ/ ATM ફ્રોડથી બચવું છે તે OTP દ્વારા પૈસા ઉપાડો, ફ્રોડનો શિકાર થતાં બચી જશો, કોઈ આપના રૂપિયાને હાથ લગાવી શકશે નહીં

Pravin Makwana

વાહ/ School Bagએ મચાવી ધમાલ ! હવે માતા પિતા કરી શકશે બાળકની જાસૂસી, જાણો કેવી રીતે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!