GSTV
Gujarat Government Advertisement

શું તમે જાણો છો? દુનિયાની સૌથી મોંઘી સબ્જીનો સ્વાદ માણવા ખિસ્સુ ખાલી કરવું પડશે, 1 કિલોના ભાવ જાણી હોંશ ઉડી જશે

Last Updated on November 27, 2020 by Ankita Trada

તમે તમામ પ્રકારના શાકભાજી ખરીદ્યા હશે, જેની કિંમત ક્યારેક વધારે તો ક્યારેક ઓછી થતી રહે છે, પરંતુ શું તમે એવી શાકભાજી ખાધી છે જેની કિંમત અમીર વ્યક્તિઓ માટે પણ મોંઘી છે. આજે અમે કમને એવા જ શાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ શાકને ખરીદતા પહેલા તમે 10 વખત વિચારવા મજબૂર થઈ જશો. લગભગ તમે વિચાર્યુ પણ નહી હોય, પરંતુ આ શાક દુનિયાની સૌથી મોંઘુ શાક છે.

ભાવ 82 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ

આપણે જે શાકની વાત કરી રહ્યા છીએ, તેનો સ્વાદ ચાખવા માટે તમારે 82 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડશે. દુનિયાની આ અનોખી શાકભાજીનું નામ હોપ શૂટ્સ છે. તમે જાણીને હેરાન રહી જશો કે, આ લીલા શાકની કિંમત 1 હજાર યૂરો પ્રતિ કિલોગ્રામ છે. એટલે કે, આ શાકને ખરીદવા માટે તમારે લગભગ 82 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ ખર્ચ કરવાના છે.

ઘણી બીમારીઓ પણ ભાગી જાય છે

જણાવી દઈએ કે, હોપ શૂટ્સ નામનું આ શાકના ફૂલ પણ લોકોને ખૂબ જ સારા લાગે છે. તેને હોપ કોન્સ પણ કહે છે. તેના ફૂલનો વપરાશ બીયર બનાવવામાં પણ કરવામાં આવે છે. બાકી ટહનિયોના ભોજન કરીતે પણ વપરાશ કરવામાં આવે છે. તેનો વપરાશ એન્ટીબાયોટિક દવા બનાવવામાં પણ કરવામાં આવે છે. એટલે આ શાકને તમે ઘણા પ્રકારે વાપરી શકો છો. ખાસ વાત એ છે કે, આ શાકથી ઘણી બીમારીઓ પણ ભાગી જાય છે.

ટહનિયોંનો વપરાશ સલાડ તરીકે પણ કરાય

આ શાક દાંતના દર્દ અને ટીબી જેવી ગંભીર બીમારીની સારવારમાં પણ ફાયદાકારક હોય છે. તેને લોક કાચા પણ ખાય છે. તેની ટહનિયોંનો વપરાશ સલાડ તરીકે પણ લોકો કરે છે. તેનો ઉપયોગ અચારના રૂપમાં પણ કરવામાં આવે છે. 800 ઈસ્વીથી લોકો તેને બીયરમાં મિક્સ કરી પીવે છે. ત્યારથી લઈને અત્યાર સુધી આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તેની ખેતી સૌ પ્રથમ ઉત્તરી જર્મનીમાં શરૂ થઈ અને ત્યારબાદ ધીરે-ધીરે આખા વિશ્વમાં ફેલાતી ચાલી ગઈ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!