શું તમે આટલા વર્ષોથી સૂતા સમયે આ તમામ ભૂલો કરી ચૂક્યા છો? તો હવે અટકી જાઓ

રાત્રે સૂતા પહેલા ઘણી બાબતોનો તમે ખ્યાલ રાખતા હશો. જેમ કે દરેક કામ પુરૂ કરવું, મનને શાંત રાખવું તેમજ હાથ-પગ ધોવા વગેરે. ઘણી વાતો એવી છે જેના વિશે તમને ખબર નહિ હોય પણ તેના વિશે જાણકારી હોવી ખૂબ જરૂરી છે. હકિકતે સૂતી વખતે પોતાનાં માથાનાં ભાગે રાખેલી વસ્તુઓ તમારા મન, આરોગ્ય અને જીવન પર ઉંડો પ્રભાવ પાડી શકે છે. ઘણી વસ્તુઓ એવી હોય છે જે આપણે અજાણ્યે માથાનાં ભાગે રાખીને સૂતા હોઈએ છીએ. જેની નકારાત્મક અસર જીવન પર પડે છે. એવી કઈ 5 વસ્તુ છે જેને રાત્રે સૂતા પહેલા તમારી પથારીમાંથી દૂર કરવી ખૂબ જરૂરી છે. આવો જાણીએ.

1- અખબાર અથવા મેગેઝીન
જો તમને રાત્રે સૂતા પહેલા વાંચવાની ટેવ છે અને ઉંઘ આવતાની સાથે જ તમે અખબાર અથવા સામયિકને માથા પાસે રાખીને સૂઈ જાવ છો, તો આ તમે ખોટુ કરી રહ્યા છો. અખબાર અને મેગેઝીનને સિરાણે રાખીને ઉંઘવુ તમારા જીવનને પ્રભાવિત કરી શકે છે.

2- ફોન અથવા સ્વચાલિત યંત્ર
તમારો મોબઈલ હોય, લેપટોપ હોય કે પછી અન્ય કોઈ ઈલેકટ્રીક ગેઝેટ્સને માથા પાસે રાખીને ઉંઘવું હાનિકારક છે. આનાથી તમારી માનસિક શાંતિ તો ભંગ થાય જ છે. સાથે સાથે શારિરીક સમસ્યાઓ પણ ઉદભવે છે.

3- ખાંડણિયો
જો રાત્રે સૂતી વખતે તમારી પથારી નીચે અથવા માથા પાસે ખાંડણિયો પડ્યો છે. તે તેને હટાવી દો, કેમકે ખાંડણિયો માથા પાસે રાખીને સૂવાથી તારા સંબંધોમાં તણઆવ પેદા થશે.

4- પાકિટ
રાત્રે સૂતી વખતે માથા પાસે પાકિટ કે પર્સ ભુલથી પણ ન રાખો. ભૂલથી પણ પર્સ તમારા માથા પાસે રહેશે તો તમારા ખર્ચ આકસ્મિક રીતે વધી જશે. એટલે સૂતા પહેલા પર્સને યોગ્ય જગ્યાએ મુકો.

5- દોરડું
સૂતા પહેલા એક વાર તપાસ કરવી જરૂરી છે કે તમારી પથારી આસપાસ ક્યાંય દોરડું તો નથી પડ્યું, તે જરૂર જુઓ. જો હોય તો તરત જ તેને હટાવી દો. કેમકે દોરડું તમારા જીવનનાં જરૂરી કાર્યોમાં વિઘ્ન ઉભા કરશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter