GSTV
Trending Videos Viral Videos

શું તમે ક્યારેય ગીધની ‘ઇમરજન્સી મીટિંગ’ જોઈ છે? જુઓ આ વાયરલ વીડિયો

તમે ગીધ તો જોયાં જ હશે. જોકે, હવે આ એક દુર્લભ પક્ષી બની ગયું છે. થોડા વર્ષો પહેલા સુધી ગામડાઓમાં પણ મોટી સંખ્યામાં ગીધ જોવા મળતા હતા, જ્યારે આજે ગીધનું નામ પણ જોવા મળતું નથી. વર્ષ 2014માં એક અહેવાલ આવ્યો હતો કે, ભારત અને તેના પાડોશી દેશોમાં છેલ્લા એક દાયકામાં ગીધની સંખ્યામાં 90 ટકાથી વધુનો ઘટાડો થયો છે. તેમની સંખ્યામાં ઝડપથી ઘટાડો થવાના ઘણા કારણો છે. કેટલાક માને છે કે, શિકારને કારણે તેમની સંખ્યા ઘટી છે તો કેટલાક માને છે કે, જે પ્રાણીઓના શબ તે ખાય છે તેમના શરીરમાં ઝેર ફેલાવી રહ્યા છે, જેના કારણે તેમની ઓળખ ઓછી થઈ ગઈ છે.આજકાલ સોશિયલ મીડિયા પર ગીધ સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે જોઇને લાગી રહ્યું છે કે તેમની કોઇ મીટિંગ થઇ રહી છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તાની બાજુમાં એક જગ્યાએ ગીધનું ટોળું ભેગું થાય છે. કોઈ અહીં જોઈ રહ્યું છે, કોઈ ત્યાં જોઈ રહ્યું છે. એ પછી બધા જઈને બેસી જાય છે. ગીધને એકસાથે જોઈને એવું લાગે છે કે, તે કોઈ ઈમરજન્સી મીટિંગ કરી રહ્યા છે. તમે જોયું હશે કે, ઈમરજન્સી મીટિંગ હોય તો આવા લોકો ભેગા થાય છે અને બધા મળીને કોઈને કોઈ નિર્ણય લે છે. હવે શા માટે ચાલી રહી છે ગીધની આ ઈમરજન્સી મીટિંગ જાણો?

આ ફની વીડિયોને આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં એક ખૂબ જ મજેદાર વાત લખી છે. તેમણે લખ્યું, “કોઈ ગંભીર મુદ્દા પર ચોક્કસપણે ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે.” 9 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધી 15 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1100થી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ સાથે જ લોકોએ વીડિયો જોઈને અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. ગીધની ઈમરજન્સી બેઠક જોઈને એક યુઝરે એવી કોમેન્ટ કરી છે કે, ચૂંટણી આવશે એટલે જ આ બેઠક ચાલી રહી છે, જ્યારે એક યુઝરે લખ્યું છે કે આ મીટિંગમાં માત્ર ચા ની અછત છે.

Read Also

Related posts

જાણો આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું, ટોપ સર્ચમાં સામેલ આ મોટી માહિતીઓ

Rajat Sultan

મોહમ્મદ શમી સહિત ત્રણ ખેલાડીઓને ICCએ પ્લેયર ઓફ ધ મંથ માટે કર્યા નોમિનેટ

Hardik Hingu

અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી

Rajat Sultan
GSTV