શું તમે પણ આ વર્ષે લાંચ આપી છે? તો તમારો સમાવેશ પણ થયો છે આ 56 ટકામાં

દેશભરમાં લાંચ લઈને કામ કરાવનારાઓની સંખ્યામાં વધારો થયો છે. આ વર્ષે 56 ટકા લોકોએ માન્યું છે કે તેમણે પોતાનું કામ કરાવવા બદલ લાંચ આપી છે. જ્યારે ગત વર્ષે લાંચ આપીને કામ કરાવ્યાનું સ્વીકારનારા લોકોની સંખ્યા 45 ટકા હતી. કરપ્શનના મુદ્દે એક ઓનલાઈન સર્વેક્ષણમાં આના સંદર્ભે ખુલાસો થયો છે. ઈન્ડિયા કરપ્શન સર્વે 2018ના નામથી ચાલી રહેલા સર્વેમાં કરપ્શન અને તેની સાથે જોડાયેલી તમામ અન્ય વાતો પર સામાન્ય લોકોનું વલણ જાણવામાં આવ્યું હતું.

ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ ઈન્ડિયા અને લોકલ સર્કલ્સ તરફથી આયોજીત એક સર્વેમાં સામાન્ય લોકોને ભ્રષ્ટાચારની સ્થિતિ સંદર્ભે કહેવામાં આવ્યું હતું અને મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તેમની સામે આવનારી મુશ્કેલીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું હતું. આ સર્વેક્ષણ દેશના 215 શહેરોમાં રહેતા પચાસ હજાર લોકોનો ફીડબેક લઈને કરવામાં આવ્યું હતું. તેમા 33 ટકા મહિલાઓ પણ સામેલ હતી. સર્વેમાં સામે આવ્યું છે કે લોકોને કાયદાનો પણ ડર નથી.

તાજેતરમાં આ કાયદો મંજૂર કરવામાં આવ્યો છે કે લાંચ આપવો ગુનો છે અને તેના માટે સાત વર્ષના કેદની સજા અથવા દંડ અથવા બંને સજા થઈ શકે છે. તેમ છતાં સર્વેમાં 23 ટકા લોકોએ સ્વીકાર્યું છે કે પોતાનું કામ કરાવવા માટે તેઓ લાંચ આપવાનું ચાલુ રાખશે. કારણ કે તેમને લાગે છે કે આ કાયદો અસર વગરનો છે. 63 ટકા લોકોને લાગે છે કે નવો કાયદો હેરાનગતિમમાં વધારો કરશે.

49 ટકાનું માનવું છે કે કોઈપણ સરકારી અધિકારીઓની તપાસ કરતા પહેલા સક્ષમ અધિકારીની આગોતરી મંજૂરી લઈને જરૂરિયાત હોય ત્યારે લાંચ અને ભ્રષ્ટાચારમાં વધારો થશે. કારણ કે આનાથી ભ્રષ્ટ અધિકારીઓ પર તાત્કાલિક ખટલો ચલાવવામાં મુશ્કેલી ઉભી થશે. સરકારી ઓફિસોમાં કોમ્પ્યુટરીકરણ થવા છતાં લાંચ લેવાનું ચાલુ છે. જો કે સર્વેમાં રોચક તથ્ય એ પણ સામે આવ્યું છે કે સીસીટીવી લગાવવાથી કરપ્સન પર લગામ લગાવી શકાય છે. તેમણે કહ્યુ છે કે માત્ર 13 ટકા લોકોએ સીસીટીવી લગાવેલા હોય તેવી સરકારી ઓફિસોમાં લાંચ આપી હતી.

 

 

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter