GSTV
Home » News » પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકી પર મોદી બોલ્યા , અમે દિવાળી માટે બોમ્બ રાખ્યા નથી

પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકી પર મોદી બોલ્યા , અમે દિવાળી માટે બોમ્બ રાખ્યા નથી

વડાપ્રધાન મોદીએ રવિવારે રાજસ્થાનના બારમેરમાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી વારંવાર પાકિસ્તાન દ્વારા પરમાણુ હુમલાના ધમકીઓ પર નિશાનો સાધતા કહ્યું કે ભારતે પાકિસ્તાનની ધમકીથી ડરવાની નીતિને છોડી દીધી છે.રેલી દરમિયાન, તેમણે કહ્યું, ” તેઓ વારંવાર અમારી પાસે પરમાણુ બોમ્બ છે કહે છે. સમાચાર વાળાઓ પણ પાકિસ્તાન પાસે પરમાણું બોમ્બ હોવાનું જણાવી રહ્યા છે. તો અમારી પાસે શું છે ? દિવાળીમાં માટે રખ્યા છે કે શું? અમે પાકિસ્તાનની બધી નૌંટકીને બંધ કરી દીધી છે.હવે તેને કટોરો લઈને ફરવા મજબૂર કરી દીધા છે.

#WATCH Prime Minister Narendra Modi in Barmer, Rajasthan: India has stopped the policy of getting scared of Pakistan’s threats. Every other day they used to say “We’ve nuclear button, we’ve nuclear button”…..What do we have then? Have we kept it for Diwali? pic.twitter.com/cgSLoO8nma— ANI (@ANI) April 21, 2019


પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે 1971 ની યુદ્ધ પછી, સરકારે કશ્મીર સમસ્યાને હલ કરવાની તક હતી, જે તેમણે ગુમાવી દીધી. . તેમણે કહ્યું હતું કે, અહિંયા અનેક પૂર્વ જવાનો છે જેમણે 1971ની લડાઈમાં ભાગ લીધો હતો. ત્યારે આપણા જવાનોનાં શૌર્યના કારણે પાકિસ્તાના મોટા ભાગનો હિસ્સો આપણા કબ્જામાં આવી ગયો હતો.90 હજારથી વધુ જવાનો આપણાં કબ્જામાં હતા..પરંતુ જવાનો જે જીતી લાવ્યા તેને સરકારે ગુમાવી દીધું, વિશ્વમાંથી જે દબાણ આપવામાં આવ્યું તેનાથી સરકાર ઝૂકી ગઈ અને તેમને સહી કરીને પૂરા મુદ્દાને બંધ કરી દીધો. જો તે સમયે મોદી હોત તો?

READ ALSO

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

કોંગ્રેસ હજુ રેસમાં, સત્તા સુધી પહોંચવા માટે તૈયાર કર્યો પ્લાન ‘એ’ અને ‘બી’

Nilesh Jethva

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!