GSTV

રાજ્યના સીએમે યુગલોને આપી બેથી વધુ બાળકો પેદા કરવાની સલાહ, કારણ જાણવા જેવું

Last Updated on December 30, 2018 by Arohi

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુએ પોતાના રાજ્યના યુવા દંપત્તિઓને બે અથવા બેથી વધારે બાળકો પેદા કરવા માટેની અપીલ કરી છે. ચંદ્રાબાબુ નાયડુએ બે અથવા બેથી વધુ બાળકો પેદા કરવા ઈચ્છુક યુગલોને ઈન્સેન્ટિવ આપવાની પણ ઘોષણા કરી છે. તેની સાથે જ મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ એવા નિયમોને પણ સમાપ્ત કર્યા છે કે જેના પ્રમાણે બે અથવા તેનાથી વધુ બાળકોવાળા ઉમેદવારોના સ્થાનિક નિગમની ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવતી ન હતી.

ચંદ્રાબાબુ નાયડુએ પોતાની ઘોષણાની સાથે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે રાજ્યની વસ્તી ઝડપથી ઓછી થઈ રહી છે. તેમણે જણાવ્યું છે કે ગત દશ વર્ષોમાં રાજ્યની વસ્તીમાં 1.6 ટકાનો ઘટાડો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચંદ્રાબાબુ નાયડુએ વધુમાં વધુ બાળકો પેદા કરવાની તરફદારી કરવાની સાથે કહ્યું છે કે વસ્તી વૃદ્ધિનો દર જાળવવા માટે આ યોગ્ય સમય છે. ચંદ્રાબાબુ નાયડુએ ચિંતા વ્યક્ત કરી છે કે જો આવી સ્થિતિ જ ચાલુ રહેશે, તો આગામી બે દશકાઓમાં ભોજન માટે મોંઢા વધુ અને કામ કરવાના હાથ ઓછા હશે.

હાલ આંધ્રપ્રદેશની વસ્તીના 50 ટકા લોકો યુવાવર્ગના છે. તેમણે કહ્યુ છે કે આંધ્રપ્રદેશને યુવાન બનાવી રાખવા માટે આ પગલું ઉઠાવવું જરૂરી છે. ચંદ્રાબાબુ નાયડુએ કહ્યુ છે કે આંધ્રપ્રદેશમાં શિશુ મૃત્યુ દરમાં ઘટાડો થયો છે. 2014માં પ્રતિ હજાર બાળકોએ 37 મૃત્યુદર હતો અને હવે પ્રતિ હજારે 10.51નો શિશુ મૃત્યુદર છે. 2011ની વસ્તીગણતરી મુજબ.. 8.46 કરોડની વસ્તી સાથે આંધ્રપ્રદેશ વસ્તીની દ્રષ્ટિએ દેશનું દશમું સૌથી મોટું રાજ્ય હતું. 2011માં આંધ્રપ્રદેશ અવિભાજીત હતું.

Read Also

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!